ધ્વનિ ભાનુશાલી એક ગીત ગાવાના ૭ થી ૮ લાખ લે છે
મુંબઈ, સિંગર ધ્વનિ ભાનુશાલી એક મોટું નામ છે. જ્યારે ઇન્ડસ્ટ્રીમાં સ્ટાઇલિશ અને ગ્લેમસરની વાત કરવામાં આવે ત્યારે ધ્વનિનું નામ ટોપ લિસ્ટમાં સૌથી પહેલાં આવે છે.
આ સિવાય ધ્વનિને સોશિયલ મિડીયા સેન્શુઅલ કહેવામાં આવે છે. ૨૨ માર્ચ ૧૯૯૮ના રોજ મુંબઇમાં જન્મેલી ધ્વનિ ૧૩ વર્ષની ઉંમરથી સોન્ગથી ગાય છે.
આ સિવાય મોડલિંગ, ડાન્સિંગ અને એક્ટિંગ કરવાનો પણ ખૂબ શોખ છે. ૨૫ વર્ષની થઇ ગયેલી ધ્વનિને અનેક નામે રેકોર્ડ છે. એમને કરિયરમાં લગભગ ૫૦ કરતા પણ વઘારે ગીત ગાયા છે.
સાઇકો સૈંયા, સત્યમેવ જ્યતેનું આઇટમ સોન્ગ દિલબર અને લે જા રે, વાસ્તે, કેન્ડી, આલ્બર મેંહદી અને મેરા યાર માટે ધ્વનિ દર્શકોની વચ્ચે ખૂબ ફેમસ છે. ધ્વનિએ લેજા રે અને વાસ્તે માટે યુટ્યૂબ પર ૧.૪ બિલિયન વ્યુઝ હાસિલ કર્યા છે. આ ગીતને કારણે ધ્વનિ રાતોરાત સેન્સેશન બની ગઇ હતી.
વાસ્તે ગીતથી ધ્વનિ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ધૂમ મચાવી દીધી હતી. આ ગીત ગ્લોબલ ટોપ ૧૦૦ના લિસ્ટમાં શામેલ છે. આ રેકોર્ડ પછી ધ્વનિ ઇતિહાસ રચનારી પહેલી સિંગર બની ગઇ છે. સ્ટ્રીટ ડાન્સર ૩ડીનું ગીત નાચી નાચી ગાઇને એને ઓડિયન્સના દિલમાં પોતાની અલગ ઓળખ બનાવી લીધી છે.
વર્ષ ૨૦૧૭માં ધ્વનિએ એમટીવી અનપ્લગ્ડ સીઝન ૭ની સાથે અમાલ મલિક દ્રારા લિખિત નૈના ગીત ગાઇને ટીવી પર શરૂઆત કરી હતી. ત્યારબાદ ધ્વનિએ અનેક હિટ ગીતોમાં કામ કર્યુ અને મોટી સફળતા મળી.વર્ષ ૨૦૧૮માં બોલિવૂડમાં ડેબ્યુ કર્યુ હતુ. ધ્વનિ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા વ્યક્તિઓ સાથે સંબંધ ધરાવે છે. પિતા વિનોદ ભાનુશાલી ટી-સિરીઝ માટે કામ કરતી કંપનીના પ્રેસિડન્ટ હતા.
કહેવાય છે કે ત્યારબાદ ટી-સિરીઝથી અલગ થયા બાદ એમને પોતે પ્રોડક્શન હાઉસ ભાનુશાલી સ્ટુડિયોઝ લિમીટેડ લોન્ચ કર્યું. આટલું જ નહીં, ધ્વનિ પોતાની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે. આ કારણે લોકોની વચ્ચે ખૂબ પોપ્યુલર છે. આ સમયે ધ્વનિની યુટ્યુબ ચેનલને લગભગ ૩.૩૬ મિલિયન સબ્સક્રાઇબર્સ છે. જ્યારે ધ્વનિનો ફેન વર્ગ બહુ મોટો છે.SS1MS