Western Times News

Gujarati News

કૃતિ ખરબંદા અને પુલકિત સમ્રાટ સંગીત પાર્ટીમાં થયા રોમેન્ટિક

મુંબઈ, પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદાએ લગ્નની મસ્ત તસવીરો શેર કર્યા પછી સંગીત સેરેમનીની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. સોશિયલ મિડીયામાં પુલકિત-કૃતિની સંગીત પાર્ટીની તસવીરો વાયરલ થઇ રહી છે.

આ બોલિવૂડ સ્ટાર કપલે માનેસરમાં પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. ફુકરે ૩ સ્ટાર પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદાએ લગ્ન બાદ સંગીત પાર્ટીની તસવીરો શેર કરી છે. પુલકિત સમ્રાટની પત્ની કૃતિ ખરબંદાએ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં કપલ એકદમ મસ્તીના મુડમાં જોવા મળી રહ્યા છે. પુલકિત એક્ટ્રેસની સાથે મસ્ત અંદાજમાં ડાન્સ કરતા-કરતા પ્રેમભરી નજરોથી જુએ છે. આ સાથે ડાન્સ કરતા પણ જોઇ શકાય છે. આ સાથે કૃતિ ઢોલ પર બેસીને મસ્ત અંદાજમાં ડાન્સ કરી રહી છે.

આ તસવીરોએ લોકોનું દિલ જીતી લીધુ છે. તસવીરોમાં તમે જોઇ શકો છો કે કપલ એકબીજાના પ્રેમમાં ડુબેલા છે. આ તસવીરો શેર કરતા કૃતિએ લખ્યુ છે કે અમારા લગ્નની ખાસ પળમાં સંગીતનો સમાવેશ થાય છે. પૂરો પરિવાર એક સાથે લગ્નના જશ્નમાં ડુબેલો હતો.

સમ્રાટ અને ખરબંદાની ટીમ પરફેક્ટ હતી. કૃતિ ખરબંદાએ સંગીત પાર્ટીમાં બ્લુ કલરના મસ્ત આઉટફિટ પહેર્યા હતા. આ સાથે એક્ટર પુલકિતે બ્લેક કલરનો ડિઝાઇનર સૂટ પહેર્યો હતો. પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદાની લગ્નની તસવીરો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહી છે.

પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદાએ ૧૫ માર્ચ ૨૦૨૪ના રોજ ગુડગાંવમાં નજીકના દોસ્તો અને પરિવારની વચ્ચે લગ્નના બંધનમાં બંધાયા છે. જાન્યુઆરીમાં પુલકિત અને કૃતિના એન્ગેજમેન્ટની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી. તેને ઇન્સ્ટાગ્રામ પર એક યુઝરે શેર કરી હતી. પુલકિતે આ ફોટોને પોતાની સ્ટોરી પર પણ શેર કરી હતી.

આ તસવીરોમાં કપલના હાથમાં રિંગ જોવા મળી હતી. પરંતુ બંનેએ આ સમાચારને ઓફિશિયલી કન્ફર્મ કર્યા હતાં. ઉલ્લેખનીય છે કે પુલકિત સમ્રાટના આ બીજા લગ્ન છે. આ પહેલાં વર્ષ ૨૦૧૪માં શ્વેતા રોહિરા સાથે પુલકિતે લગ્ન કર્યા હતા, જેમને વર્ષ ૨૦૧૫માં તલાક લીધા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.