Western Times News

Gujarati News

મુંબઈથી 7500થી વધુ કિ.મી.ની પદયાત્રા ખેડી મક્કા મદીના પહોચશે મહારાષ્ટ્રની આ યુવતી

મહારાષ્ટ્રના પાલઘરથી યુવતિ પદયાત્રા થકી મક્કા મદીના હજ પઢવાનું નકકી કર્યું હતું.-પગપાળા મક્કા મદીના હજ યાત્રાએ જતી યુવતીનું ભરૂચમાં સ્વાગત કરાયુ

ભરૂચ, ભરૂચમાં મુસ્લિમ બિરાદરોમાં અનોખી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. યુવતિને વધાવવા અને તેના સ્વાગત માટે ભરૂચ સ્ટેશન ખાતે મુસ્લિમ બંધુઓ જોડાયા હતા.

મહારાષ્ટ્રના પાલઘરથી હજ પઢવા મક્કા મદીના નીકળેલ મુસ્લિમ યુવતિ ભરૂચ ખાતે આવી પહોંચતા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગતમાં લઘુમતી સમાજના આગેવાનો અને લોકો જોડાયા હતા. મહારાષ્ટ્રના પાલઘરથી યુવતિ પદયાત્રા થકી મક્કા મદીના હજ પઢવાનું નકકી કર્યું હતું.

સના રર દિવસ પહેલા મહારાષ્ટ્રના પાલઘરથી નીકળી ગુજરાતના વિવિધ જિલ્લામાંથી પસાર થઈ ભરૂચમાં આવી પહોંચતા તેનું ઠેર ઠેર મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યુવતિ ભરૂચ સ્ટેશન ખાતે આવી પહોંચતા તેનું મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરાયું હતું.

આ યુવતી ભરૂચ ખાતે ટૂંકું રોકાણ કરી રાજસ્થાન, પંજાબથી વાઘા બોર્ડર પાસ કરી પાકિસ્તાન, ઈરાન-ઈરાક થઈ 1 વર્ષની સફર કરી ૭પ૦૦થી વધુ કિ.મી.ની પદયાત્રા ખેડી મક્કા મદીના પહોચશે જયાં હજ પઢશે.

આ પદ હજયાત્રીના દીદાર માટે મુસ્લિમ લોકો જોડાયા અને યાત્રા સારી રીતે પૂર્ણ કરે એવી પ્રાર્થના કરવામાં આવી હતી. હાલ આ યુવતિએ પાકિસ્તાનમાં વિઝા માટે અરજી કરી છે તે સિવાયના દેશોએ વિઝા આપ્યા હોવાનું જણાવ્યું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.