Western Times News

Gujarati News

રાજકોટઃ રૂપિયા ૩૫ લાખ ભરેલી બેગ લઇને કર્મચારી જ થયો ફરાર

રાજકોટ, રાજકોટમાંથી આંગડીયા પેઢીમાંથી એક ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી છે, શહેરના ગોંડલ રાડ પર આવેલી એક આંગડીયા પેઢીમાંથી કર્મચારીએ જ ૩૫ લાખ રૂપિયાની લૂંટ ચલાવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

આ સમગ્ર ઘટના ગઇ ૧૦ માર્ચે ઘટી હતી જોકે, આંગડીયા પેઢીના મેનેજરે ગઇકાલે કર્મચારી વિરૂદ્ધ લૂંટનો કેસ નોધાવ્યો હતો. ખરેખરમાં, ઘટનાની વિગતો એવી છે કે, ગઇ ૧૦ માર્ચે રાજકોટમાં આ લૂંટની ઘટના ઘટી હતી, રાજકોટના ગોંડલ રાડ પર આવેલી આંગડીયા પેઢી જેનું નામ એસ.રમેશચંદ્ર છે, જેમાં એક કર્મચારી કામ કરતો હતો, જેનું નામ અર્જૂનસિંહ જાડેજા છે, તેને આ સમગ્ર લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.

પોલીસ ફરિયાદ અનુસાર, ગઇ ૧૦ માર્ચે જ્યારે એસ. રમેશચંદ્ર આંગડીયા પેઢીના મેનેજર વતનમાં ગયા હતા, આ દરમિયાન તકનો લાભ લઇને આંગડીયા પેઢીમાં કામ કરતાં કર્મચારી અર્જૂનસિંહ જાડેજાએ ૩૫.૫ લાખ રૂપિયાથી ભરેલી બેગની ઉઠાંતરી કરી હતી, અર્જૂનસિંહ જાડેજા મૂળ પાટણનો વતન હતો અને ગોંડલની આ આંગડીયા પેઢીમાં કામ કરતો હતો.

કર્મચારી અર્જૂનસિંહ ૩૫ લાખ રૂપિયાથી ભરેલી બેગ લઇને ફરાર થઇ હતો. જ્યારે આંગડીયા પેઢીના મેનેજરને આ વાતની જાણ થઇ તો તેમને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લૂંટની ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.