Western Times News

Gujarati News

સુરતમાંથી પકડાયું હાઇ પ્રાફાઇલ સેક્સ રેકેટ

Files Photo

સુરત, સુરતમાં વધુ એક મોટી ગુનાખોરીની ઘટનાનો પર્દાફાશ થયો છે, એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગ યૂનિટે અચાનક દરોડાની કાર્યવાહી કરી હતી જેમાં એક મોટા અને હાઇ પ્રાફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે.

શહેરના વેસુ વિસ્તારમાં આવેલી પાર્ક સેલિબ્રેશનમાં એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગ યૂનિટે ગ્રાહક બનીને દરોડા પાડ્યા જેમાં ચાર રૂપલલનાઓને પકડી પાડવામાં આવી હતી, અહીં સેક્સ રેકેટમાં મુંબઇથી ચાર માડલો લાવીને દેહવેપારનો ધંધો કરાવાતો હતો. આ મામલામાં પોલીસે દલાલ જાવેદ અને યુવરાજને વાન્ટેડ જાહેર કરીને શોધખોળ શરૂ કરી છે.

સુરતમાથી મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગ યૂનિટે ગ્રાહક બનીને શહેરમાં ચાલતા હાઇ પ્રાફાઇલ સેક્સ રેકેટના સ્થળ પર દરોડા પાડ્યા હતા, ખરેખરમાં શહેરના વેસુ વિસ્તારની આવેલી ધી પાર્ક સેલિબ્રેશન હાટલમાં છેલ્લા કેટલાક સમયથી દેહવેપારનો ધંધો ચાલી રહ્યો હતો, જેમાં મુંબઇથી માડલો લાવીને આ દેહવેપારના ધંધાને કરવામાં આવયો હતો.

જોકે, આ સમગ્ર મામલે જ્યારે એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગ યૂનિટને બાતમી મળી તો તેમને બાતમીના આધારે આ હાટલમાં ડમી ગ્રાહક બનીને રેડ કરી હતી, આ દરમિયાન અહીંથી ચાર માડલોને મુક્ત કરાવી હતી, જોકે, દલાલો છૂટી ગયા હતા.

અહીં મુંબઇથી ચાર માડલોને બોલાવીને દેહ વેપાર કરાવાતો હતો, આ ચારેય માડલો વેબસીરીઝમાં પણ કામ કરી ચૂકી હોવાની વાત પ્રાથમિક તપાસમાં સામે આવી છે. હાલમાં એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગ યૂનિટે આ ચાર રૂપલલનાઓને મુક્ત કરાવી છે અને દલાલ જાવેદ અને યુવરાજને પોલીસે વાન્ટેડ જાહેર કરીને શોધખોળ શરૂ કરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.