Western Times News

Gujarati News

મારુતિના એમડી ખટ્ટર સામે બેંક ફ્રોડનો કેસ દાખલ થયો

નવીદિલ્હી, એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં સીબીઆઈએ આજે મારુતિ ઉદ્યોગના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર જગદીશ ખટ્ટર સામે તેમની નવી કંપની દ્વારા ૧૧૦ કરોડ રૂપિયાના બેંક લોન ફ્રોડને લઇને કેસ દાખલ કર્યો હતો. અધિકારીઓ દ્વારા આજે આ અંગેની માહિતી આપવામાં આવી હતી. હાલમાં જ દાખલ કરવામાં આવેલી તેની એફઆઈઆરમાં સીબીઆઈએ પંજાબ નેશનલ બેંકને ૧૧૦ કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડવા બદલ ખટ્ટર અને તેમની કંપની કારનેશન ઓટો ઇÂન્ડયા લિમિટેડ સામે કેસ દાખલ કર્યો છે. સીબીઆઈએ સોમવારના દિવસે જ ખટ્ટર અને કારનેશન ઓટોની ઓફિસ અને રહેઠાણ ઉપર વ્યાપક દરોડા પાડ્યા હતા. ૭૭ વર્ષીય ખટ્ટર હવે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ૧૯૯૩થી લઇને ૨૦૦૭ના ગાળા દરમિયાન ખટ્ટર મારુતિ ઉદ્યોગ લિમિટેડ સાથે જાડાયેલા રહ્યા હતા. તેઓ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિવૃત્ત થયા હતા. નિવૃત્ત થયા બાદ તેઓએ કારનેશનની શરૂઆત કરી હતી.

આના માટે ૨૦૦૯માં ૧૭૦ કરોડ રૂપિયાની લોન મેળવી હતી. ૨૦૧૫માં આને નોન પરફો‹મગ એસેટ તરીકે જાહેર કરવામાં આવી હતી. ૨૦૧૨થી અમલી ગણી શકાય તે રીતે ૨૦૧૫માં આને નોન પરફો‹મગ એસેટ તરીકે જાહેર કરવામાં આવી હતી. એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું છે કે, ક્રિમિનલ કાવતરા સાથે સંબંધિત આઈપીસીની કલમ હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી ચુકી છે. પંજાબ નેશનલ બેંક તરફથી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બેંકો દ્વારા ફોરેÂન્સક ઓડિટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ૬૬.૯૨ રૂપિયાની ફિક્સ્ડ એસેટને લઇને દુવિધાઓ ઉભી થઇ હતી. બેંક દ્વારા ફરિયાદમાં પાંચ આરોપી લોકોના ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં ત્રણ ગેરંન્ટેર કંપનીઓનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.