નજીવી લાલચના કારણે ૧૨ સેવાકીય એવોર્ડ પર ફેરવ્યું પાણી!
અમદાવાદ, અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતા હિરાબહેનના નામે ૫ નવેમ્બર ૨૦૦૨ના રોજ તેમના દીકરાએ ૬૦ હજાર રૂપિયયાની ફિક્સ ડિપોઝીટ જનતાગર પોસ્ટ ઓફિસમાં કરી હતી. આ એફડી સબ પોસ્ટ માસ્ટર ભગવાનભાઇ મંડલી દ્વારા કરવામાં આવી.
આ દરમિયાન થોડા જ સમયમાં બોગસ સહી અને સિક્કા મારફતે એફડી ભગવાનભાઇ મંડલીએ ઉપાડી લીધી હતી. બીજી તરફ હિરાબહેનના દીકરાએ એફડી લેવા પ્રક્રિયા કરતા ચાર વર્ષ બાદ ઘટસ્ફોટ થયો હતો. જે અંગે પોસ્ટ ઓફિસને જાણ થતા વર્ષ ૨૦૦૬માં ફરજ પરના પોસ્ટ અધિકારી લક્ષ્મણભાઇ પંચાલે જુના સબ પોસ્ટ માસ્ટર ભગવાનભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
જોકે આ દરમિયાન કેસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ ધીરુભાઈ જે પરમારે કેસને સંલગ્ન ૭ સાક્ષીઓ તપાસી અને ૧૩ દસ્તાવેજી પુરાવા રજૂ કરી કોર્ટ સમક્ષ મુક્યા હતા.
ગ્રામ્ય કોર્ટમાં સરકારી વકીલે રજૂઆત કરતા આરોપીએ એફડીના નાણાં સરકારી ઓફિસ ખાતેથી ઉપાડી લઈ અંગત ઉપયોગમાં વાપરી લીધા હોવાનું કોર્ટને કહ્યું .જ્યાં આખોય કેસ નિઃશંકા પણે અને દસ્તાવેજી પુરાવા જોતા આરોપી સામે પ્રથમદર્શિય કેસ બનતો હોવાની દલીલ કરવામાં આવી.
કોર્ટે સમક્ષ આ સિવાય પણ મુદ્દાઓ મુકવામાં આવ્યો કે હાલમાં આ પ્રકારના કિસ્સાઓ વધી રહ્યાં છે ત્યારે સમાજમાં દાખલો બેસે અને આવા આરોપીઓમાં કાયદાનો ભય રહે તે હેતુને ધ્યાને રાખી સખ્તમાં સખ્ત સજા કરવી જોઇએ. બીજી તરફ આરોપી તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે, તેઓ સિનિયર સીટીઝન છે અને હાલ તેમની ૭૮ વર્ષિય ઉંમર છે અને તેઓ કોઈ જ ગુનાહિત રેકોર્ડ ધરાવતા નથી.
સાથે જ ૩૫ વર્ષની નોકરી દરમિયાન સારી કામગીરી અને વર્તણૂંક માટે ૧૨ સેવાકીય એવોર્ડ મળ્યા છે. ત્યારે કોર્ટે પણ દયા દાખવી ઓછામાં ઓછી સજા કરવી જોઈએ.
જોકે અમદાવાદ ગ્રામ્ય કોર્ટના જજ મેહુલ ડી વીરાણીએ ચુકાદામાં નોંધ્યું હતું કે આખોય કેસ નિઃશંકા પણે પુરવાર થાય છે, ત્યારે સમાજમાં દાખલો બેસે તે હેતુને ધ્યાને રાખી આરોપીને સજા કરવી ન્યાયોચિત છે. જે કેસમાં બન્ને પક્ષોની રજૂઆત સાંભળ્યા બાદ આરોપીને ૩ વર્ષની સજા ફટકારી અને ૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો.SS1MS