Western Times News

Gujarati News

ઈન્ડિગો ઓફર – માત્ર ૮૯૯માં વિમાની પ્રવાસ કરાશે

પ્રતિકાત્મક

હવે નવા શરૂ કરાયેલ ૨૬ ડિસેમ્બર સુધી ચાલનાર બુકિંગ માટે ૧૫ જાન્યુઆરીથી લઇ ૧૫ એપ્રિલ સુધી યાત્રા કરાશે
નવીદિલ્હી, બજેટ એરલાઈન્સ કંપની ઇન્ડિગો દ્વારા નવા વર્ષથી પહેલા બમ્પર સેલની જાહેરાત કરી હતી. આ સેલનું નામ દ બીગ ફેટ ઇÂન્ડગો રાખવામાં આવ્યું છે જેમાં સ્થાનિક માર્કેટ પર ટિકિટોની કિંમત ૮૯૯ રૂપિયા રાખવામાં આવી છે જ્યારે આંતરરાષ્ટ્રીય રુટ ઉપર ટિકિટની કિંમત ૨૯૯૯ રૂપિયા રાખવામાં આવી છે.

ઇન્ડિગો દ્વારા પોતાની વેબસાઇટમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ ૨૦૧૯ની પૂર્ણાહૂતિ થઇ રહી છે ત્યારે અમારી પાસે સસ્તી ટિકિટ ઉપલબ્ધ નથી. સેલમાં અમે શૂન્ય રાહતથી પણ ખુબ સસ્તી ટિકિટોની ઓફર કરવા જઈ રહ્યા છે. તમામ લોકો આ તકને ઝડપી લે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે.

માત્ર ૮૯૯ રૂપિયામાં ટિકિટોના બુકિંગની શરૂઆત ૨૩મી ડિસેમ્બરથી કરવામાં આવી ચુકી છે. ૨૬મી ડિસેમ્બર સુધી બુકિંગની પ્રક્રિયા ચાલશે જે હેઠળ ૧૫મી જાન્યુઆરી ૨૦૨૦થી લઇને ૧૫મી એપ્રિલ ૨૦૨૦ સુધી યાત્રા કરી શકાય છે.

બજેટ કેરિયરનું કહેવું છે કે, ઇન્ટરગ્લોબ એવિએશન લિમિટેડની આ સેલ હેઠળ ટિકિટોના બુકિંગ ૨૬મી ડિસેમ્બર ૨૦૧૯ના દિવસે મોડી સાંજ સુધી જ કરી શકાશે અને ૧૫મી જાન્યુઆરી ૨૦૨૦થી લઇને ૧૫મી એપ્રિલ ૨૦૨૦ સુધી યાત્રા કરી શકાશે. ઓફર પિરિયડના ગાળા દરમિયાન સ્થાનિક અને ઇન્ટરનેશનલ રુટ ઉપર ઇન્ડિગોના ૮૯૯ રૂપિયા અને ૨૯૯૯ રૂપિયાની ટિકિટ રહેશે જેમાં તમામ કરવેરા સામેલ છે.

ઇÂન્ડગોની વેબસાઇટ અથવા તો ઇÂન્ડગો મોબાઇલ એપ ઉપર બુકિંગ કરાવી શકાય છે. બુકિંગ કરવામાં આવેલી તમામ ટિકિટો માન્ય ગણવામાં આવશે. ઓફર હેઠળ કુલ સીટોની સંખ્યા અંગે ખુલાસો કરવામાં આવ્યા વગર ઇÂન્ડગોએ કહ્યું છે કે, ઓફર હેઠળ મર્યાદિત સંખ્યામાં ટિકિટો ઉપલબ્ધ છે. આવી Âસ્થતિમાં ટિકિટ ઉપલબ્ધ થવાની Âસ્થતિમાં ગ્રાહકોને ડિસ્કાઉન્ટની ઓફર મળી શકશે. ઇÂન્ડગોની આ જાહેરાત બાદ અન્ય બજેટ કેરિયર પણ આ દિશામાં આગળ વધી શકે છે. ક્રિસમસની ઉજવણીની શરૂઆત આવતીકાલથી થઇ રહી છે

ત્યારે હવે ૩૧મી ડિસેમ્બર સુધી ઉજવણીનો માહોલ રહેશે. યુરોપના દેશોમાં તો ઉજવણી હવે આગામી એક મહિના સુધી ચાલનાર છે. આવી Âસ્થતિમાં ઇÂન્ડગો દ્વારા શરૂ કરવામાં આવેલી બમ્પર ઓફરનો સામનો કરવા માટે અન્ય બજેટ કેરિયર અને મોટી કંપનીઓ પણ વિમાની યાત્રીઓ માટે મોટી જાહેરાત કરી શકે છે. યાત્રીઓ પણ આ પ્રકારની મોટી ડિસ્કાઉન્ટ યોજનાને લઇને હંમેશા ઇંતજાર કરતા રહે છે. સ્થાનિક રૂટ પર મુસાફરી કરવા ઇચ્છુક યાત્રીઓને આના કારણે ફાયદો થશે. ઇÂન્ડગોની નવી ઓફર તેને લાભ કરાવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.