Western Times News

Gujarati News

રાહુલ અને પ્રિયંકાને મેરઠ જતાં રોકી દેવાતા લાલઘૂમ

સીએએ અને એનઆરસીની સામે દેશના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શન યથાવતઃ કલમ ૧૪૪ લાગૂ છતાંય દેખાવો
નવીદિલ્હી,  નાગરિક સુધારા કાનૂન સામે દેખાવોનો દોર જારી રહ્યો છે. આજે પણ દિલ્હીમાં જામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દેખાવ કરવા માટે મંડી હાઉસ પહોંચ્યા હતા. મંડી હાઉસ વિસ્તારમાં કલમ ૧૪૪ લાગૂ કરવામાં આવી હતી. બીજી બાજુ ઉત્તરપ્રદેશ, બિહાર સહિતના કેટલાક રાજ્યોમાં ઇન્ટરનેટ સેવાઓને કેટલાક સમય સુધી બંધ રાખવામાં આવી છે.

દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને મેરઠ જવાથી રોકી દેવામાં આવ્યા હતા જેથી તેમને અધવચ્ચેથી દિલ્હી પરત ફરવાની ફરજ પડી હતી. સીએએ અને એનઆરસીની સામે વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ચુક્યો છે. વિરોધ પ્રદર્શનમાં જામિયા મિલિયા ઉપરાંત જેએનયુ, દિલ્હી યુનિવર્સિટી અને અન્ય સંસ્થાઓના વિદ્યાર્થીઓ સામેલ રહ્યા છે.

વિરોધ પ્રદર્શનમાં સ્વરાજ ઇÂન્ડયાના નેતા યોગેન્દ્ર યાદવ પણ પહોંચ્યા હતા. ભાજપે આને હિન્દુ મુÂસ્લમનો મુદ્દો બનાવવાનો આક્ષેપ મમતા બેનર્જીએ આજે કર્યો હતો. કોલકાતામાં તૃણમુલ દ્વારા રેલી યોજવામાં આવી હતી. બીજી બાજુ મેરઠમાં સીએએના વિરોધ પ્રદર્શન દરમિયાન માર્યા ગયેલા લોકોના પરિવારના સભ્યોને મળવા જઇ રહેલા રાહુલ ગાંધી અને પ્રિયંકાને પોલીસે અટકાવી દીધા હતા.

બંને નેતા એક જ કારમાં બેઠા હતા. મેરઠમાં એન્ટ્રીથી પહેલા જ જિલ્લાની સરહદ ઉપર પોલીસે તેમને રોકી દીધા હતા. પોલીસે કાનૂન અને વ્યવસ્થાની વાત કરીને બંને નેતાઓને રોકી દીધા હતા અને બંનેને ત્યારબાદ દિલ્હી તરફ પાછા ફરવાની ફરજ પડી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તેમને કોઇપણ પ્રકારના ઓર્ડરની કોપી દર્શાવવામાં આવી ન હતી. ગયા સપ્તાહમાં શુક્રવારના દિવસે નમાઝ બાદ દેખાવકારો ઉગ્ર બન્યા હતા.

આશરે પાંચ છ કલાક સુધી પોલીસ પર જારદાર પથ્થરમારો કરાયો હતો. આગ અને તોડફોડ કરવામાં આવી હતી. આ ગાળા દરમિયાન પાંચ દેખાવકારોના મોત થયા હતા. ત્રણ પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા હતા. દેશના જુદા જુદા ભાગોમાં વિરોધ પ્રદર્શનનો દોર આજે પણ યથાવતરીતે જારી રહેતા Âસ્થતિ કેટલીક જગ્યાએ તંગ બનેલી છે. કેરળના મુખ્યમંત્રી વિજયને નાગરિક કાનૂનને લઇને ૨૯મી ડિસેમ્બરના દિવસે મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. વિરોધ પ્રદર્શનના પરિણામ સ્વરુપે જુદા જુદા રાજ્યોમાં મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. કઠોર નિયંત્રણો પણ લાગૂ કરવામાં આવ્યા છે. વિરોધ પ્રદર્શનમાં જામિયા મિલિયા ઉપરાંત જેએનયુ અને દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ સામેલ થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.