Western Times News

Gujarati News

Viએ અલ્ટીમેટ એન્ટરટેઇનમેન્ટ એપ જાહેર કરી, તેના નવા અવતારમાં Vi Movies & TV રજૂ કરી

  • એક જ સબ્સ્ક્રીપ્શન સાથે Vi યુઝર્સ 13થી વધુ ઓટીટી એપ્સ400થી વધુ લાઇવ ટીવી ચેનલ્સ અને અનેક કન્ટેન્ટ લાઇબ્રેરીઝની કોમ્પ્લીમેન્ટ્રી એક્સેસ મેળવી શકશે
  • પ્રીપેઇડ માટે રૂ. 202 અને પોસ્ટપેઇડ માટે રૂ. 199ની કિંમતે, Vi યુઝર્સ ટીવીમોબાઇલ કે વેબ પર જોવા માટે કોઈપણ ડિવાઇસ પર Vi Movies & TVના લાભો મેળવી શકે છે

 અગ્રણી ટેલિકોમ ઓપરેટર Vi એ આજે અલ્ટીમેટ એન્ટરટેઇનમેન્ટ એપ Vi Movies & TV લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. તમામ Vi સબ્સ્ક્રાઇબર્સ માટે આ એક વન-સ્ટોપ એન્ટરટેઇનમેન્ટ ડેસ્ટિનેશન છે. Vi Movies & TVનો નવો અવતાર તેના યુઝર્સ માટે અદ્વિતીય મનોરંજક અનુભવ પૂરો પાડે છે જેમાં 13થી વધુ ઓટીટી એપ્સ400થી વધુ લાઇવ ટીવી ચેનલ્સ અને અનેક કન્ટેન્ટ લાઇબ્રેરીની કોમ્પ્લીમેન્ટ્રી એક્સેસ મળશે અને તે પણ બધું એક જ છત હેઠળ.

 પ્રિપેઇડ માટે રૂ. 202 અને પોસ્ટપેઇડ માટે રૂ. 199ની કિંમતે Vi Movies & TVનો હેતુ મલ્ટીપલ પ્લેટફોર્મ માટે એક જ સબ્સ્ક્રીપ્શન સાથે જોવાનો અનુભવ સરળ બનાવવાનો તેમજ એકથી વધુ સબ્સ્ક્રીપ્શનનો ખર્ચ બચાવીને તેના યુઝર્સના નાણાં માટે શ્રેષ્ઠ મૂલ્ય પૂરું પાડવાનો છે.

 Vi Movies & TV સાથે બધાના માટે જોવા માટે કંઈકનું કંઈક છે. Disney+ Hotstar પર ધ શો ટાઇમકર્મા કોલિંગલૂટેરેસેવ ધ ટાઇગર2 અને 12વી ફેઇલસલાર (હિન્દી)પટના શુક્લા અને અન્ય જેવી બ્લોકબસ્ટર મૂવીઝ, SonyLiv પર શાર્ક ટેન્ક ઈન્ડિયાસ્કેમ 2023ધ તેલગી સ્ટોરીરાયસિંઘાની વિ. રાયસિંઘાની કે પછી ફેન કોડ પર ફોર્મ્યુલા વન કે લાઇવ ક્રિકેટનો રોમાંચ હોય. Vi Movies & TV ડિસ્કવરી, આજતકરિપબ્લિક ભારતએબીપીઈન્ડિયા ટુડે સહિતની 400થી વધુ લાઇવ ટીવી ચેનલ્સને યુઝર્સના આંગળીના ટેરવે સ્ટ્રીમ કરશે. આ ઉપરાંત, Vi યુઝર્સને શેમારૂ અને હંગામા કન્ટેન્ટ લાઇબ્રેરીઝની કોમ્પ્લીમેન્ટ્રી એક્સેસ પણ મળશે.

 એટલું જ નહીં, Vi Movies & TV સબ્સ્ક્રીપ્શન હેઠળ દક્ષિણના Manorama Max અને NammaFlixપૂર્વના Klikkપંજાબના Chaupalકોરિયન ડ્રામાના ચાહકો માટે Playflix પર હિન્દીમાં ડબ થયેલા કોરિયન શો સહિત દેશભરના ટોચના પ્રોડ્યુસર્સના રિજનલ કન્ટેન્ટની એક્સેસ પણ મળશે. આ ઉપરાંતરમતોના ચાહકોને હાલ ચાલી રહેલી વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટઆયર્લેન્ડ વોલ્વ્સ ટુર ઓફ નેપાલ 2024 જેવી અનેક લાઇવ ટુર્નામેન્ટ્સ એપ પર જોવા મળશે.

 Vi Movies & TV એપ ભારતની વિવિધતાને ધ્યાનમાં રાખીને કાળજીપૂર્વક બનાવવામાં આવી છે અને એટલે જ તે ન કેવળ ન્યૂઝડિવોશનલડ્રામાહ્યુમર અને સાયન્સ જેવા વિવિધ વિષયો પરપરંતુ હિંદીઅંગ્રેજીમરાઠીતમિળતેલુગુમલયાલમપંજાબી, બાંગ્લાકન્નડા અને બીજી અનેક ભાષાઓમાં પણ કન્ટેન્ટ ધરાવે છે.

 આ અંગે Vi ના ચીફ માર્કેટિંગ ઓફિસર અવનીશ ખોસલાએ જણાવ્યું હતું કે દરરોજ સ્ક્રીન પર મલ્ટીપલ ફોર્મેટ્સમલ્ટીપલ સબ્સ્ક્રીપ્શન્સ અને મલ્ટીપલ અવર્સ એમ ભારતમાં અગાઉ કરતાં ખૂબ જ વધુ કન્ટેન્ટ જોવાઈ રહ્યું છે. જોકે આ અનલિમિટેડ ચોઈસ સુસ્તતા અને જટિલતા પણ લાવે છે. અમે શ્રેષ્ઠ ઓટીટી અને ટીવી કન્ટેન્ટ સાથે એક એપ, એક સબ્સ્ક્રીપ્શન તરીકે Vi Movies & TV રજૂ કરતા ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ. અમે સરળ, કિફાયતી અને એક્સેસીબલ હોય તે પ્રકારે મનોરંજનની એક્સેસ આપીને સશક્ત બનાવવા દ્વારા અમારા ગ્રાહકોને મનોરંજક અનુભવ પૂરો પાડવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે અમારા દર્શકો માટે સરળ પસંદગી માટે નવા પાર્ટનર્સ અને વધુ પસંદગીના વિકલ્પો ટૂંક સમયમાં ઉમેરીશું.

 Vi યુઝર્સ Vi Movies & TV મોબાઇલ ઉપરાંત સ્માર્ટ ટીવી પર જોઈ શકશેચાહે તે એન્ડ્રોઈડ-ગૂગલ ટીવીએન્ડ્રોઈડ મોબાઈલઆઈઓએસ મોબાઈલએમેઝોન ફાયરસ્ટિક ટીવી કે પછી વેબ પર હોય. Vi Movies & TV પર સબ્સ્ક્રીપ્શન મેળવીને યુઝર્સ સરળ તથા ઇમર્સિવ મનોરંજન અનુભવ માટે તમામ ઓટીટી પ્લેટફોર્મ પર સાથેસાથે બે સ્ટ્રીમ પણ જોઈ શકશે. Vi Movies & TV એપ અમારા યુઝર્સને આહ્લાદક ડિજિટલ ફર્સ્ટ અનુભવો પૂરા પાડવાની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે. તો પછી રાહ શેની જુઓ છો. પોપકોર્ન લોઆરામથી બેસો અને બિન્જ-વોચિંગ શરૂ કરો. અત્યારે જ Vi Movies & TV એપ ડાઉનલોડ કરો. https://bit.ly/3VAnwXP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.