કુલીઓને થૂંકવા માટે બાયોડિગ્રેડેબલ પાઉચ મફત આપવામાં આવ્યા
એકવાર થૂંકવાથી એક ચોરસ ફૂટ જગ્યા અને તેના કીટાણુ 27 ફૂટ સુધી ફેલાય છે અને તે જગ્યાને સાફ કરવામાં બે લીટરથી વધુ પાણીનો વ્યય થાય છે. આટલું જ નહીં તે પર્યાવરણને પણ પ્રદૂષિત કરે છે. થૂંકવાથી કીટાણુઓ ઉત્પન્ન થાય છે જે ટીબી, કોરોના જેવા ખતરનાક રોગો ફેલાવે છે.
અમદાવાદ રેલવે સ્ટેશન પર જાગરૂકતા અભિયાન “થૂંકવા પર મનાઈ છે” નું આયોજન કરવામાં આવ્યું.
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ સ્ટેશન પર ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી સુધીર કુમાર શર્માના માર્ગદર્શન હેઠળ અમદાવાદ સ્ટેશન પર મુસાફરો, કુલીઓ, ઓટો-રિક્ષા ચાલકો, લોડરો અને અન્ય કર્મચારીઓ માટે અમદાવાદ સ્ટેશન પર એક વિશેષ જાગરૂકતા અભિયાન “થૂંકવા પર મનાઈ છે”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ હેઠળ કુલીઓને થૂંકવા માટે બાયોડિગ્રેડેબલ થૂંક પાઉચ મફત આપવામાં આવ્યા હતા.
તેમને જૂના પાઉચના આધારે રિપ્લેસમેન્ટ આપવામાં આવશે. અમદાવાદ સ્ટેશન પર નુક્કડ નાટક દ્વારા થૂંકવાની હાનિકારક અસરો, સ્વચ્છતા પર તેની અસર અને જાહેર સ્થળોની સ્વચ્છતાના કારણે રેલવેને થતું આર્થિક નુકસાન સમજાવવામાં આવ્યું હતું. આ સિવાય તેમને થૂંકવા સંબંધિત સજા વિશે પણ જણાવવામાં આવ્યું હતું.
વરિષ્ઠ મંડળ પર્યાવરણ અને ગૃહ વ્યવસ્થા પ્રબંધક (Sr.DEnHM) શ્રી સુનિલ પાટીદારે માહિતી આપતાં જણાવ્યું હતું કે દર વર્ષે ભારતીય રેલ્વે થૂંકવાના નિશાન સાફ કરવા માટે રૂ. 1200 કરોડનો ખર્ચ કરે છે. એક થૂંકવાના નિશાનને સાફ કરવા માટે રેલવેને 3.57 રૂપિયાનો ખર્ચ થાય છે. તેમજ આ સફાઈ કામમાં પુષ્કળ પાણીનો બગાડ થાય છે.
થૂંકવાથી કીટાણુઓ ઉત્પન્ન થાય છે જે ટીબી, કોરોના જેવા ખતરનાક રોગો ફેલાવે છે. એકવાર થૂંકવાથી એક ચોરસ ફૂટ જગ્યા અને તેના કીટાણુ 27 ફૂટ સુધી ફેલાય છે અને તે જગ્યાને સાફ કરવામાં બે લીટરથી વધુ પાણીનો વ્યય થાય છે. આટલું જ નહીં તે પર્યાવરણને પણ પ્રદૂષિત કરે છે. .