Western Times News

Gujarati News

શું છે સન સ્ટ્રોક (લૂ)થી બચવા માટેના ઉપાયો અને શું છે હિટ વેવના લક્ષણો ?

આવશ્યક તકેદારી રાખવાથી હીટ વેવથી બચી શકાય છે

રાજ્યભરમાં કાળઝાળ ગરમી અનુભવાઈ રહી છે. લૂ લાગવાના કિસ્સાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે હીટ વેવથી બચવા માટે ડિઝાસ્ટર શાખા, અમદાવાદની અખબારી યાદીમાં નીચે મુજબના ઉપાયો સૂચવવામાં આવ્યા છે.

નીચે મુજબની આવશ્યક તકેદારી રાખવાથી અસહ્ય ગરમીથી રાહત મેળવી શકાશે

  • હીટ વેવ દરમિયાન જરૂરી ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવુ.
  • આખુ શરીર અને માથુ ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ ખુલતા કપડા પહેરવા.
  • ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો જોઈએ.
  • નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો, અશક્ત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી લેવી.
  • ભીના કપડાથી માથું ઢાંકી રાખવુ. અવાર- નવાર ભીના કપડાથી શરીર લુછવું,
  • વારંવાર ઠંડુ પાણી પીવું, દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહિ પીવું, શક્ય હોય તો લીંબુ શરબત બનાવી પીવુ, ગરમીમાં બને ત્યાં સુધી ભુખ્યા ન રહેવું.
  • લીંબુ શરબત, મોળી છાશ, તાડફળી, અને નારીયેળનું પાણી, ખાંડ-મીઠાના પીણાં પીવા જોઈએ.
  • બજારમાં મળતો ખુલ્લો વાસી ખોરાક, બરફ વગેરેનો ઉપયોગ ટાળવો.
  • લગ્ન પ્રસંગમાં દૂધ માવાની આઈટમ ખાવી નહીં.
  • ચા-કોફી અને આલ્કોહોલના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે. તેથી તેનું સેવન કરવાનું ટાળવું.
  • બપોરે બે થી ચાર વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવુ.
  • ખેડૂતોએ કૃષિ માટે ઊભા પાકને વારંવાર પિયત આપવું, અને નિંદામણ કરીને જમીનને ભેજવાળી રાખવી જોઈએ. – ગાય-ભેંસો સહિતના પ્રાણીઓને છાંયડામાં રાખવા, અને પીવા માટે પુષ્કળ પ્રમાણમાં ઠંડુ અને સ્વચ્છ પાણી આપવું. – મરઘા ઘરમાં પડદા અને યોગ્ય વેન્ટિલેશન રાખવું જોઈએ. બપોરના કલાકો દરમિયાન ઢોરને ચરાવવા લઈ જવા કે દાણ આપવાનું ટાળવું જોઈએ.

હીટ વેવનાં લક્ષણો

ડિઝાસ્ટર શાખા, અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર માથું દુ:ખવું, પગની પિંડીઓમાં દુ:ખાવો થવો, શરીરનું તાપમાન વધવુ, ખૂબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થવુ, ઉલટી, ઉબકા, ચક્કર, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવુ, સુધ-બુધ ગુમાવી દેવી, અતિ ગંભીર કિસ્સાઓમાં ખેંચ આવવી વગેરે હીટ વેવનાં લક્ષણો છે.

લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર કે સરકારી દવાખાનાનો સંપર્ક સાધવો જોઈએ.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.