Western Times News

Gujarati News

રેપિડો 120 શહેરમાં 100 કરોડ લોકોને રાઈડ્સ આપી ચુક્યું છે

રેપિડોએ 100 કરોડ રાઈડ્સના સીમાચિન્હરૂપ આંકડાને પાર કર્યો, 120 શહેરમાં 11 કરોડ લોકોને સશક્ત બનાવ્યા

 નવી દિલ્હી, એપ્રિલ2024: ભારતમાં અગ્રણી કમ્યૂટ એપ રેપિડોએ તેમની કેબ, ઓટો અને બાઇક સેવાઓ દ્વારા 120 શહેરમાં 100 કરોડ રાઈડની સીમાચિન્હરૂપ સિદ્ધિ હાંસલ કરી ભારતની મોબિલિટી ક્ષેત્રમાં એક અસાધારણ અમિટ છાપ છોડી છે. વર્ષ 2015માં સ્થાપના થયા બાદ પરવડે તેવી તથા સુવિધાજનક સેવાઓ સાથે આશરે 9 કરોડ ભારતીયોના જીવનને સ્પર્શ કરીને રોજગારીનું સર્જન કરવામાં તે એક મહત્વના યોગદાનકર્તા તરીકે ઉભરી આવેલ છે.Rapido Crosses 100 Crore Rides Landmark, Empowers 11 Crore Lives in 120 Cities.

પુરુષો અને મહિલાઓ બન્ને રાઈડર્સ સહિત આશરે 1.4 કરોડ કેપ્ટનના વિશાળ કાફલા સાથે રેપિડો ગિગ વર્કર્સના સશક્તિકરણ મારફતે પોતાની પહોંચ અને એક્સેસિબિલિટી વધારીને દેશની પ્રગતિમાં નોંધપાત્ર યોગદાન આપતા એક પ્લેટફોર્મ તરીકે તે ઉભરી આવેલ છે.

આ સીમાચિન્હરૂપ સિદ્ધિ અંગે ઉત્સાહપૂર્વક રેપિડોના કો-ફાઉન્ડર શ્રી પવન ગુંટુપલ્લીએ કહ્યું કે, 100 કરોડ રાઈડ્સ સુધી પહોંચવું એ રેપીડો માટે આ યાત્રામાં આ એક અસાધારણ ક્ષણ છે. અમારી શરૂઆત ખૂબ જ વિનમ્રતાપૂર્વકની રહી હતીજ્યાં અમારા વિઝનને લઈ વિચારોનો એક સ્પાર્ક હતોતેને લીધે આજે અમે આ મુકામ પર છીએઅહીં અમે સેંકડો લોકોના જીવનને સ્પર્શ કરી રહ્યા છીએઆ બાબત એક અવિશ્વસનીય તથા સંપૂર્ણ સંતોષજનક છે.

આજેઆ સીમાચિન્હરૂપ સિદ્ધિની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે અમે અમારા ગ્રાહકો તથા સહભાગીઓ દ્વારા અમારા પ્રત્યે જે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે તેને લઈ સંપૂર્ણપણે કૃતજ્ઞતા ધરાવી છીએ. આ સીમાચિન્હરૂપ બાબત અસંખ્ય લોકોના જીવનને સ્પર્શ કરવા તથા સમુદાયોને સશક્ત કરવા માટે પ્રતિનિધિત્વ કરે છેઆ ઉપરાંત એક વિકસિત ભારતને વેગ આપવા માટેની અમારી વચનબદ્ધતાને પણ રજૂ કરે છેજ્યાં દરેક વ્યક્તિને આગળ વધવાની ઉત્તમ તક મળે છે.

અમારું મિશન રાઈડ કરતા કંઇક વિશેષ કરવાનો છેતે પરિવહનને લઈ લગતાં અનુભવમાં ક્રાંતિ લાવશેવ્યક્તિઓને સશક્ત બનાવશે અને સામાજીક-આર્થિક પ્રગતિને વેગ આપવામાં મદદરૂપ બનશે. દરેક યાત્રીઓ સાથે અમે એક નિયત સમયમાં એક યાત્રા કરી હકારાત્મક અસર રજૂ કરવાની અમારી કટિબદ્ધતાની પૃષ્ટી કરીએ છીએ.

આ સીમાચીન્હરૂપ સિદ્ધિ હાંસલ કરી રેપિડોએ ઈનોવેટિવ ઓટો અને કેબ એસએએએસ(SaaS) પ્લેટફોર્મ રજૂ કર્યું હતું. આ અભૂતપૂર્વ સોલ્યુશનથી ઓટો તથા કેબ ડ્રાઈવર્સ તેમની કમાણીથી સીધો લાભ મેળવવા માટે સક્ષમ બન્યા છે. રેડિયોનું આ પગલું એ બાબત સુનિશ્ચિત કરે છે કે આવકનો એક મોટો ભાગ સીધો જ તેમના સખત મહેનતુ એવા કેપ્ટનોને પ્રાપ્ત થાય. આ અત્યંત મહત્વના દ્રષ્ટિકોણથી આવકમાં વધારો થાય છે તે ઉપરાંત માલિકી તથા ઉદ્યોગ સાહસિકતાની ભાવના પણ વધે છે, જેથી તેમના આર્થિક ભવિષ્ય પર યોગ્ય નિયંત્રણ રાખવાનો અધિકાર મળે છે.

આ નોંધપાત્ર ઉપલબ્ધિ સમગ્ર દેશમાં જાહેર પરિવહન પ્રણાલીઓ પર રહેલી દબાણની સ્થિતિને ઓછી કરે છે, લાસ્ટ-માઈલ કનેક્ટિવિટીમાં ક્રાંતિ લાવવામાં પણ રેપિડોની ભૂમિકાને પ્રસ્તુત કરે છે. કંપનીના ઈનોવેટીવ સોલ્યુશન્સે કોમ્યુનિટીના ભાવનાને વેગ આપ્યો છે, જેમાં રાઈડર્સ તથા કેપ્ટન વચ્ચે મજબૂત સંબંધોનું સર્જન કરે છે.

100 કરોડ રાઈડ્સ પૈકી દરેક રાઈડ એક ખાસ કહાનીનું પ્રતિનિધિત્વ કરે છે-શૈક્ષણિક સંસ્થાઓ સુદા આવતા અને જતા વિદ્યાર્થીઓથી લઈ વધુ સારી તકો માટે સતત પ્રયત્નશીલ એવા કામગારો, અને લાંબા સમયે પરિવારને મળનારાઓની વાતનો તેમાં સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.