Viએ Cloud Play મોબાઇલ ક્લાઉડ ગેમિંગ લોન્ચ કરી
· આ સર્વિસ યુરોપની અગ્રણી ક્લાઉડ ગેમિંગ કંપની કેરગેમ સાથેની ભાગીદારીમાં લોન્ચ કરવામાં આવી છે
· આ સર્વિસ ફ્રી ટ્રાયલ પિરિયડ સાથે ટ્રાય એન્ડ બાય મોડલ પર ઉપલબ્ધ રહેશે
· ક્લાઉડ પ્લે કોઈપણ ડાઉનલોડની જરૂરિયાત વિના એન્ડ્રોઈડ અને આઈઓએસ હેન્ડસેટ પર ઇન્સ્ટન્ટ, શ્રેષ્ઠ ગેમિંગ અનુભવ પૂરો પાડે છે
મોબાઇલ-ફર્સ્ટના ચલણના લીધે ભારતમાં ગેમિંગ ઉદ્યોગે જબરદસ્ત પ્રગતિ સાધી છે. ઇન્ડસ્ટ્રી રિપોર્ટ્સ સૂચવે છે કે ગેમિંગ એ દેશમાં એક અબજ ડોલરનું માર્કેટ બની શકે છે અને ગેમિંગ વિશ્વમાં ક્લાઉડ ગેમિંગ નવા શિખરો સર કરશે. કન્ઝ્યુમર્સના સતત વધી રહેલા રસને સંતોષવા અગ્રણી ટેલિકોમ ઓપરેટર Viએ પેરિસમાં હેડક્વાર્ટર ધરાવતી કેરગેમની સાથે મળીને મોબાઇલ ક્લાઉડ ગેમિંગ સર્વિસ – Cloud Play લોન્ચ કરી છે. Vi Launches ‘Cloud Play’ Mobile Cloud Gaming.
તેના મોબાઇલ ગેમિંગ પ્રપોઝિશનને મજબૂત કરતા Cloud Play એક્શન, એડવેન્ચર, આર્કેડ, રેસિંગ, સ્પોર્ટ્સ અને સ્ટ્રેટેજી સહિતના વિવિધ ક્ષેત્રે પ્રિમિયમ એએએ ગેમ્સની વિવિધ પસંદગીઓ પૂરી પાડે છે. આ લોન્ચ કેટલોગમાં આસ્ફાલ્ટ 9, મોર્ડન કોમ્બેટ 5, શેડો લાઇટ, સ્ટોર્ બ્લેડ્સ, રિપ્ટાઇડ, બીચ બગી રેસિંગ, ગ્રેવિટી રાઇડર અને ક્લાસિક જેવી કે કટ ધ રોપ, સબવે સર્ફર્સ અને જેટપેક જોયરાઇડ જેવી મોબાઇલ ગેમ સમાવિષ્ટ છે. આગામી સપ્તાહોમાં ગેમ્સની મજબૂત લાઇન અપ રિલીઝ થશે.
Cloud Play સબ્સ્ક્રીપ્શન આધારિત સર્વિસ છે જેની કિંમત દર મહિને રૂ. 100 (પ્રિપેઇડ યુઝર્સ માટે રૂ. 104) છે. યુઝર્સ સબ્સ્ક્રીપ્શન પેક ખરીદતા પહેલા ઇન્ટ્રોડક્ટરી ઓફર તરીકે નિઃશુલ્કપણે આ સર્વિસનું સેમ્પલ લઈ શકે છે.
Vi Cloud Play સાથે ગેમર્સ મલ્ટીપલ ગેમ્સ ડાઉનલોડિંગની ઝંઝટ વિના તરત જ ગેમ રમી શકે છે. તે રિચ ગ્રાફિક્સ સાથેની હાઇ-ફિડેલિટી ગેમ્સ ઓફર કરે છે અને મલ્ટીપ્લેયર ગેમિંગને સપોર્ટ કરે છે જે ન કેવળ ડિવાઇસ મેમરી બચાવે છે પરંતુ વધારાના હેન્ડસેટ અપગ્રેડની જરૂરિયાત પણ દૂર કરે છે જેથી યુઝર્સને મોટાપાયે બચત થાય છે.
Cloud Play ના લોન્ચ અંગે ટિપ્પણી કરતા વોડાફોન આઈડિયાના સીએમઓ અવનીશ ખોસલાએ જણાવ્યું હતું કે “Vi ખાતે અમે હંમેશા અમારી વિવિધ કસ્ટમર ઓફરિંગને મજબૂત કરવા માટે સહયોગાત્મક અભિગમમાં માનીએ છીએ. અમે ગેમિંગ ક્ષેત્રની ઝડપથી ઊભરી રહેલી સંભાવનાને સમજીએ છીએ જેમાં સ્માર્ટફોન ગેમિંગને કોઈપણ સમયે, કોઈપણ સ્થળે વધુ એક્સેસિબલ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
કેરગેમ સાથેની ભાગીદારીમાં Vi Games Cloud Play સાથે અમે ગેમિંગના ભવિષ્યમાં અમારા યુઝર્સનું સ્વાગત કરીએ છીએ જ્યાં ક્લાઉડ તમારું પ્લેગ્રાઉન્ડ છે અને શક્યતાઓ અનંત છે. આ માત્ર ગેમ નથી, પરંતુ આ એક એવા વિશ્વમાં સરળ યાત્રા છે જ્યાં કલ્પના ટેક્નોલોજીનો સંગમ થાય છે. તમારા પ્લેટાઇમને વધારવા અને કંઈક અસામાન્ય શોધવા માટે તૈયાર થઈ જાઓ.”
Vi Games Cloud Play લોન્ચ કરવા માટે Vi સાથે સહયોગ સાધવા અંગે કેરગેમના ફાઉન્ડર અને સીઈઓ ફિલિપ વાંગે જણાવ્યું હતું કે “ક્લાઉડ પ્લે ભારતમાં તમામ ગેમર્સને નવો ફોન કે ગેમપેડ ખરીદ્યા વિના જ વાસ્તવિક એએએ મોબાઇલ ગેમિંગનો આનંદ માણવા માટે સક્ષમ બનાવે છે જે કેરગેમ ટેક્નોલોજી, અમારા પબ્લિશિંગ પાર્ટનર્સના આઈકોનિક મોબાઇલ ટાઇટલ્સ તથા Vi નેટવર્ક્સના મિશ્રણને આભારી છે.
અમે તમામ Vi યુઝર્સને ક્લાઉડપ્લેને અજમાવવા તેમજ ગેમલોફ્ટના આસ્ફાલ્ટ 9-લિજેન્ડ્સના એક્સક્લુઝિવ વર્ઝનમાં તેમના ફ્રેન્ડ્સને ચેલેન્જ કરવા માટે આમંત્રણ આપીએ છીએ જેમાં તમામ મલ્ટીપ્લેયર મોડ્સ અનલોક્ડ, બે બોનસ કાર્સ અને અન્ય સરપ્રાઇઝ છે જેથી આ રોમાંચક રેસને શ્રેષ્ઠ રીતે માણી શકાય.”
Vi Games Cloud Play ને Vi Web તથા Vi App એમ બંને દ્વારા સરળ રીતે એક્સેસ કરી શકાય છે. કેરગેમ સાથે Vi ની ભાગીદારી કસ્ટમર એન્ગેજમેન્ટને આગળ ધપાવવા માટે મહત્વના એજન્ડા તરીકે ગેમિંગ પર ધ્યાન આપે છે અને તેના યુઝર્સ માટે અદ્વિતીય ડિજિટલ અનુભવ પૂરો પાડવા માટે અનેકકવિધ પહેલ પૈકીની એક છે.