દિલ્હી મુલાકાત બાદ ઝંઝાવાતી પ્રચારમાં લાગ્યા રૂપાલા
ક્ષત્રિયોના કુળદેવીના દર્શન કરીને રૂપાલાએ પ્રચારના શ્રીગણેશ કર્યા
રાજકોટ, ગુજરાતમાં રૂપાલા વર્સિસ ક્ષત્રિય વોરનો હજી પણ સુખદ અંત આવ્યો નથી. આ વોર હવે પાટીદાર વર્સિસ ક્ષત્રિયો પર ડાયવર્ટ થઈ છે. સતત વિરોધ વચ્ચે ક્ષત્રિયોના કુળદેવીના દર્શન કરી રૂપાલાએ પ્રચારની શરૂઆત કરી છે.
રૂપાલાએ આજરોજ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે રાજકોટમાં ” સૌમિલ ” સંકલ્પસિદ્ધ પાર્ક ખાતે ઘરે-ઘરે જઈને ભાજપનો ધ્વજ લહેરાવ્યો હતો તથા બાર એસોસિએશનના વકીલ મિત્રોની શુભેચ્છા મુલાકાત કરવાનો અવસર મળ્યો હતો.
રાજકોટમાં પરશોત્તમ રૂપાલાએ ચૂંટણી પ્રચાર કર્યો. હજી ગઈકાલે જ રૂપાલા દિલ્હીથી પરત આવ્યા છે. જેના બાદ અમદાવાદમાં તેમના નિવાસ સ્થાને ભાજપના મોવડીઓ દ્વારા બંધબારણે બેઠક યોજાઈ હતી. ત્યારે શું બધુ થાળે પડી ગયું છે એવી ચર્ચા વહેતી થઈ છે. રૂપાલાએ નવા જુસ્સા સાથે આજે ચૂંટણીના પ્રચાર શરૂ કર્યાં છે.
સતત વિરોધ વચ્ચે ક્ષત્રિયોના કુળદેવીના દર્શન કરી રૂપાલાએ પ્રચારની આજે શરૂઆત કરી. રાજકોટમાં પરશોત્તમ રૂપાલાએ ચૂંટણી પ્રચાર કર્યો. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે મા આશાપુરાના દર્શન કરી પ્રચારની શરૂઆત કરી છે. અમીન માર્ગ પર પરશોત્તમ રૂપાલાએ ડોર ટૂ ડોર પ્રચાર કર્યો. રૂપાલા સાથે સાંસદ રામ મોકરિયા, ધારાસભ્ય દર્શિતા શાહ, રમેશ ટીલાળા અને ઉપાધ્યક્ષ ભરત બોઘરા ઉપસ્થિત રહ્યા હતી.
ચૂંટણી પ્રચારમાં રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ રાજકોટની મહિલા મિલનમાં પરસોતમ રૂપાલાએ ટિફિન બેઠક કરવા આમંત્રણ આપ્યું. રૂપાલાએ કહ્યું, જેના અન્ન ભેગા તેના મન ભેગા. દેશમાં મહિલા શક્તિને આગળ વધારવામાં આવી રહી છે. હું પણ ક્યાંક મહિલા શક્તિને સહયોગ આપવાનો પ્રયાસ કરીશ. આમ, ટિફિન બેઠકથી પ્રચાર અને સંવાદ કરવા આહવાન કર્યું.
રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજના રોષ હજી પણ યથાવત છે. ત્યારે આવતીકાલે રાજકોટમાં ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક મળશે. સમાજના આગામી કાર્યક્રમ અંગે કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે. ક્ષત્રિય સમાજની સ્પષ્ટતા મહાસંમેલનની કોઈ સત્તાવાર તારીખ જાહેરાત કરાઈ નથી. બીજી તરફ, રૂપાલાના વિરોધ વચ્ચે રૂપાલા બોયકટના પેમ્પલેટ ડોર ટુ ડોર ફરતા કરાયા.
રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં પદ્મિનીબા સહિતની ક્ષત્રિય મહિલાઓએ રૂપાલા બોયકોટનો પ્રચાર શરૂ કર્યો. જેમાં લખ્યુ છે કે, બહેનો દીકરીઓ વિશે બોલનારને માતાજી ક્યારેય પણ માફ કરશે નહીં. માતાજી પણ ખુદ એક શક્તિ છે. આવતીકાલે રાજકોટમાં મહારેલી યોજવામાં આવશે. મહારેલી બાદ મહાસંમેલન પણ યોજાશે. અનશન પર બેઠેલા પદ્મિનીબાનો આજે ત્રીજો દિવસ છે.