કેન્દ્રીય ગૃહમંત્રીના પ્રચારમાં પુત્ર જય શાહ સાથે પુત્રવધુ પણ જોડાયાં

વેજલપુરના બ્રહ્મ સંમેલનમાં જય શાહે અને ગાંધીનગર ઉત્તરના મહિલા સંમેલનમાં રિશિતા શાહે પ્રચાર કર્યો
(એજન્સી)ગાંધીનગર, કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા ભાજપના ઉમેદવાર અમીતભાઈ શાહના પુત્ર જય શાહે પ્રચારમાં પુરજોશથી કામગીરી હાથ ધરી છે. તેમની સાથે હવે પત્ની રીશીતા શાહ પણ સામેલ થયા છે.
ગાંધીનગર લોકસભા મતવીસ્તાર હેઠળ આવતી વિવિધ વિધાનસભા મતવિસ્તારના કાર્યકરોની અનેક બેઠકમાં જય અમીતભાઈ શાહે કાર્યકરોને માર્ગદર્શન આઅપ્યું હતું અને શનીવારે વેજલપુરમાં મતવિસ્તારમાં યોજાયેલા બ્રહ્મસંમેલનમાં હાજર રહી કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલી કામગીરીની વિગતો આપી ૭ મેના રોજ યોજાનાર મતદાનમાં મહત્તમ મતદાન કરાવવા અપીલ કરી હતી.
આ સંમેલનમાં અમદાવાદ ભાજપના પ્રમુખ અમીતભાઈ શાહ. વેજલપુરના ધારાસભ્ય અમીત ઠાકર, ગૌભકત ચૈતન્ય શંભુમહારાજ, પુર્વ પાલીકા પ્રમુખ કલમેરા ત્રિપાઠી, પુર્વ સાંસદ ભાવનાબેન દવે ગુજકોમાસોલના ચેરમેન બીપીન પટેલ ધારાસભ્ય અમુલ ભટ્ઠ, શહેર મહામંત્રી ભુષણ ભટ્ટ તથા બ્રહ્મ સમાજના આગેવાનોએ પણ સંબોધતન કરી અમીતભાઈ શાહને જંગી લીડથી વિજયી બનાવવા અપીલ કરી હતી.
રવીવારે ગાંધીનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં ધારાસભ્ય રીટાબેન પટેલ અને રીશીતા શાહની ઉપસ્થિતીમાં મહીલા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં વિશાળ સંખ્યામાં મહીલા આગેવાન કાર્યકરો, નગરસેવીકાઓએ વિવિધ સંસ્થાઓની મહીલા કાર્યકરો ઉપસ્થિત રહયા હતા સંમેલનમાં રીશીતા શાહે મહીલાઓને ભાજપને મત આપી જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી હતી.
બીજી તરફર બીસીસીઆઈના સેક્રેટટરી જય શાહે લોકસભા કલસ્ટર પ્રભારી કે.સી પટેલ સંયોજક હર્ષદ પટેલની ઉપસ્તિથીમાં યોજાયેયલ જૈન સમાજના સમારોહના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈ શાહને જંગી મતેથી વિજયી બનાવવા સંકલ્પબદ્ધ કર્યા હ તા. જૈન સમાજે અમીતભાઈએ કરેલા કામોથી સંતોષ વ્યકત કર્યયો હતો. બેઠકમાં ભજાપ શહેર પ્રમુખ શાહ ઉપરાંત ભાજપ સહકાર સેલના સયોજક બીપીન પટેલ ધારાસભ્યય જીતુ પટેલ જૈન સમાજના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.