Western Times News

Gujarati News

ગુજરાત સાયન્સ સિટી ખાતે ‘પ્લાસ્ટિક મુક્ત સાયન્સ સિટી’ અભિયાન હાથ ધરાયું

અમદાવાદ, ગુજરાત સાયન્સ સિટી ખાતે કાર્યરત નેચર ક્લબ ઈકો લાઈફ દ્વારા પર્યાવરણની જાળવણી અંગે જાગૃતિ ફેલાવવા માટેના ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું રહે છે. જે અંતર્ગત, ગુજરાત સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી જે.બી. વદરના માર્ગદર્શન હેઠળ સોમવારે ૮ એપ્રિલ ૨૦૨૪ના રોજ ખાસ ‘પ્લાસ્ટિક મુક્ત ગુજરાત સાયન્સ સિટી’ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આ અભિયાનમાં સાયન્સ સિટીના તમામ અધિકારીઓ/કર્મચારીઓ સહિત હાઉસ કીપિંગ ટીમ, ગાર્ડનિંગ ટીમ, સિક્યુરિટી ટીમ, ફાયર વિભાગની ટીમ જોડાઈ હતી. એક્વેટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી, પ્લેનેટ અર્થ, નેચર પાર્ક, હોલ ઓફ સ્પેસ/ સાયન્સ, લાઈફ સાયન્સ પાર્ક સહિતની વિવિધ ગેલેરીઓ, ર્પાકિંગ તેમજ સમગ્ર સાયન્સ સિટી કેમ્પસ ખાતે પડેલા પ્લાસ્ટિક વેસ્ટને એકત્ર કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાત સાયન્સ સિટી દર સોમવારે સાપ્તાહિક જાળવણી માટે મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.