સાબર દાણ ખાધા પછી ૬ દુધાળા પશુઓના મોતનો આક્ષેપ
ખેડા:ખેડા જીલ્લામાં ચરમ દાણ ખાવાથી પશુઓના મોત નિપજ્યા હોવાના આક્ષેપ પશુપાલકોએ કરી અમુલડેરી સામે ઉગ્ર વિરોધ નોંધાવવાની શાહી સુકાઈ નથી ત્યારે અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના છભૌ ગામે સાબર દાણ ખાધા પછી દાણની ઝેરી અસરથી ૬ દુધાળા પશુઓ ટપોટપ મોતને ભેટ્યા હોવાનો પશુપાલકોએ કરતા ભારે ચકચાર મચી છે પશુ ચિકિત્સકોની ટિમ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી પશુઓના મોત નું સાચું કારણ શોધવા પીએમ કરાવવા તજવીજ હાથધરી સર્વેની કામગીરી હાથધરી હતી
સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં પશુપાલનનો વ્યવસાય ફૂલ્યોફાલ્યો છે બંને જીલ્લામાં પશુઓ માટે મોટા ભાગનું દાણ સાબરડેરી દ્વારા વિતરણ કરવામાં આવે છે
ત્યારે આ દાણ જવાબદારો દ્વારા યોગ્ય ચકાસણી કર્યા વગર જ દૂધ દૂધમંડળીઓમાં પહોંચતું કરવામાં આવતી હોવાની બૂમો અનેકવાર ઉઠી છે અગાઉ પણ બાયડના રડોદારા ગામે ૩ પશુઓનું સાબર દાણ ખાવાથી મોત નીપજ્યું હતું બંને જીલ્લામાં પશુપાલકો સાબર દાણ ખાવાથી પશુઓ બીમારીમાં પટકાયા હોવાની અને સાબર દાણ કાચું અને ભૂકો નીકળવાની બૂમો સમયાંતરે ઉઠી છે સાબર દાણની ગુણવત્તા અંગે યોગ્ય તપાસ કરવામાં આવે અને ખામીયુક્ત સાબર દાણ ખાવાથી પશુઓની જાનહાની થાય તો જવાબદારી કોની…?
પ્રાપ્ત માહિતી મુજબ તાલુકાના છભૌ ગામે પશુપાલકોએ તેમના દુધાળા પશુઓને આહારમાં સાબર દાણ ખવડાવ્યા પછી ૬ પશુઓને ઝેરી ખોરાકી અસર થતા પશુઓ તડફડી ખાઈ મોતને ભેટતા પશુપાલકોમાં સન્નાટો વ્યાપો હતો તાત્કાલિક સાબરડેરીના સત્તાવાળાઓને જાણ કરવામાં આવતા પશુ ચિકિત્સકોની ટિમ છભૌ ગામે દોડી આવ્યા હતા અને અન્ય સાબર દાણ ખાનાર પશુઓને સારવાર આપી હતી સાબર દાણ પશુઓ માટે જીવલેણ સાબિત થતા પશુપાલકોમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે