લગ્ન પહેલા ‘શિવ શક્તિ’ ફેમ અભિનેત્રી સુભા રાજપૂતની સગાઈ તૂટી
સુભા રાજપૂતે ઘણા ટી.વી. શોમાં કામ કર્યું છે
સુભા અને વિભવની મુલાકાત વર્ષ ૨૦૧૯માં વેબ સીરિઝ ‘પ્યાર ઈશ્ક રેન્ટ’ના શૂટિંગ દરમિયાન થઈ હતી
મુંબઈ, ‘શિવ શક્તિ – તપ તાંડવ ત્યાગ’માં દેવીના રૂપમાં જોવા મળેલી અભિનેત્રી સુભા રાજપૂત હાલમાં તેની અંગત જિંદગીને કારણે ચર્ચામાં જોવા મળી છે. સુભા રાજપૂતને લઈને એવા અહેવાલો પણ સામે આવી રહ્યા છે કે અભિનેત્રીએ વિભવ રોય સાથે સગાઈ તોડી નાખી છે. ત્રણ વર્ષના અફેર પછી સુભા અને વૈભવની ૨૫ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ સગાઈ થઈ હતી.
પરંતુ કમનસીબે, સગાઈના ૨ વર્ષ પછી, બંને અલગ થઈ ગયા. બંનેએ તેમની સગાઈ તોડી નાખી છે. એટલું જ નહીં બંનેએ સોશિયલ મીડિયા પરથી તેમની સગાઈના ફોટા પણ ડિલીટ કરી દીધા છે. સુભા અને વિભવની મુલાકાત વર્ષ ૨૦૧૯માં વેબ સીરિઝ ‘પ્યાર ઈશ્ક રેન્ટ’ના શૂટિંગ દરમિયાન થઈ હતી. આ પછી તેઓ મિત્રો બન્યા અને એક વર્ષ પછી જ ડેટિંગ કરવાનું શરૂ કર્યું.
આ પછી બંનેએ ખૂબ જ ધામધૂમથી સગાઈ કરી હતી. પરંતુ હવે તેમનો સંબંધ તૂટી ગયો છે. આ કપલની સગાઈ તૂટવાનું કારણ બહાર આવ્યું નથી. પરંતુ ચર્ચાઈ રહ્યું છે કે બંનેએ સહસંમતિથી સગાઈ તોડવાનો નિર્ણય લીધો છે. તેમના વર્ક ળન્ટની વાત કરવામાં આવે તો સુભા રાજપૂતે ઘણા ટી.વી. શોમાં કામ કર્યું છે.
તે ‘ઈશ્કબાઝ’, ‘બેકાબૂ’, ‘દિલ બોલે ઓબેરોય’ જેવા ઘણા શોમાં જોવા મળી છે. વિભવે ‘ડોલી અરમાઓ કી’, ‘મેરી સાસ ભૂત હૈ’, ‘ગુસ્તાક દિલ’, ‘કુછ તો હૈ તેરે મેરે ડર્મિયાં’ વગેરેમાં કામ કર્યું છે. ટીવી શો સિવાય વિભવ ઘણી લોકપ્રિય ફિલ્મોમાં પણ જોવા મળ્યો છે. તેણે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પદ્માવત’માં પણ કામ કર્યું છે.ss1