Western Times News

Gujarati News

આઝાદી મેળવવા કરતા જાળવી રાખવી વધુ કઠીન છે – જહોના કલ્હાન !!

ન્યાયક્ષેત્ર માટે સ્વતંત્ર બાર એસોસીએશન એ કાયદાકીય અને બંધારણીય શાસનની રક્ષા માટે નૈતિક કવચ છે અને બારના સભ્યો કોર્ટના પ્રથમ અને અગત્યના સભ્ય છે તેથી તેમણે રાજકારણથી દુર રહેવું જોઈએ – ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડ

તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે !! ડાબી બાજુથી ઈન્સેન્ટ તસ્વીર સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી એન. વી. રમનાની છે !! તેઓ વકીલ સમાજને માર્ગદર્શન આપતા કહે છે કે, એક સ્વતંત્ર સમાજ તરીકે આપણું અÂસ્તત્વ ટકાવી રાખવા માટે કાયદાનું શાસન જ મોટી આશા છે !! ન્યાયતંત્ર પર પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈપણ રીતે કારોબારીનો કંટ્રોલ હોવો જોઈએ નહીં, દેશનું બંધારણ સર્વાેચ્ચ કાયદો છે!!

બીજી ઈન્સેન્ટ તસ્વીર સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી જે. બી. પારડીવાલાની છે !! તેમણે વકીલોની સભામાં કહ્યું હતું કે, સામાન્ય માનવીનો વિશ્વાસ એ ન્યાયતંત્રની તાકત છે!! જો સામાન્ય માનવીના મનમાંથી ન્યાયતંત્ર પર વિશ્વાસ ઉઠી જશે તો ન્યાયાધીશોની અને વકીલોની કોઈ કિંમત રહેશે નહીં !! કાયદાના શાસન પર આપણી સમાજ વ્યવસ્થા ટકી છે !!

જસ્ટીસ શ્રી જે. બી. પારડીવાલાએ આગળ કહ્યું છે કે, બાર અને બેન્ચે મળીને કાયદાનું શાસન સાચવવાનું છે કોઈપણ કામ એવું ન કરો કે કાલે સામાન્ય માનવી એમ કહે કે, આમાં શું રહ્યું છે ?! !! આજે વકીલોની રાજકારણ તરફ કથિત અંગત લાભ ખાંટવા આંધળી દોડ છે !! દરેક રાજકીય પાર્ટીઓના લીગલ સેલ રાજકારણના દાવપેચ રમવા માટે છે

તેવું કહેવાય છે ત્યારે ન્યાયતંત્રના સિધ્ધાંતો, મૂલ્યો સાથે જુનીયર્સ વકીલો જોડાય છે !! જરૂરી છે ચીફ જસ્ટીસ શ્રી ડી. વાય. ચંદ્રચુડ પણ આ જ વાત કહે છે !! નયાયતંત્ર સ્વતંત્ર છે !! રાજકારણથી મુકત છે !! ત્યાં સુધી વકીલોની વકીલાત સ્વતંત્ર છે પછી લોકો કહેશે કે વકીલો કયાં સ્વતંત્ર અને નિષ્પક્ષ છે ?! કે જે ન્યાય અપાવશે ???!! – તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા કરિશ્મા ઠાકોર દ્વારા –

સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી એન. વી. રમના કહે છે “દેશનું બંધારણ એ સર્વાેચ્ચ કાયદો છે, આઝાદીના રક્ષણ માટે!! કાયદાના શાસન પર સમાજ વ્યવસ્થા ટકી છે બાર અને બેન્ચે મળીને કાયદાનું શાસન સાચવવાનું છે, કોઈ એવું કામ ન કરો કે કોઈ સામાન્ય માનવી એમ ના કહે કે આમા શું રહ્યું છે ?! – જસ્ટીસ શ્રી જે. બી. પારડીવાલા

અમેરિકાના પ્રમુખ જહોન સી. કોલ્હાને સરસ કહ્યું છે કે, આઝાદી મેળવવા કરતા જાળવી રાખવી વધારે કઠિન છે!! અમેરિકાની સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ ચાર્લ્સ ઈવાન્સ હયુજીસે કહ્યું છે કે, જયારે આપણે અન્યો કરતાં જુદા હોવાનો અધિકાર ખોઈ બેસીએ છીએ ત્યારે મુકત હોવાનો અધિકાર પણ સાથે જ ખોઈ નાંખીએ છીએ!! લોકશાહી માનવ અધિકાર અને સ્વતંત્રતા એ નિષ્પક્ષ, સંનિષ્ઠ, નિડર અને કાબેલ ન્યાયતંત્ર પર નિર્ભર છે,

એ જ રીતે વકીલાતનો વ્યવસાય નિષ્પક્ષ, કાબેલ અને માનવતાવાદી ન્યાય ક્ષેત્ર પર નિર્ભર છે !! ત્યારે રાજકીય કંઠીઓ પહેરીને રાજકીય પક્ષોને વફાદાર રહેનાર વકીલો નિષ્પક્ષ, સ્વતંત્ર અને આઝાદ કઈ રીતે કહેવાય ?! જરૂર પડે સરકારનો કાન પકડી શકે !! જરૂર પડે ન્યાયતંત્રની સ્વતંત્રતા માટે અવાજ ઉઠાવી શકે અને સામાજીક નૈતિકતા અને માનવતા માટેનો અવાજ બની શકે એ જ સાચી અને સારી વકીલાત કરે શકે તો દરેક વકીલો વિચારે કે કોણ કેટલું સ્વતંત્ર છે ?!

ભારતનું બંધારણ એ સર્વાેચ્ચ કાયદો છે અને બંધારણવાદની ભાવના પ્રત્યેની વફાદારી એ પ્રત્યેક નાગરિકની ફરજ છે ત્યારે સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડ કહે છે કે, બાર એસોસીએશનના સભ્યોની સર્વાેચ્ચ નિષ્ઠા કોઈના પક્ષપાતપૂર્ણ હિત સાથે નહીં કોર્ટ અને સંવિધાન પ્રત્યે હોવી જોઈએ!!

અમેરિકાના પ્રમુખ અર્લ વોરને કહ્યું છે કે, સભ્ય સમાજમાં કાયદો નૈતિકતાના સાગરમાં તરતો હોય છે!! ભારતની સુપ્રિમ કોર્ટ આઝાદીના શરૂ કરેલા પોતાના કાર્યકાળ દરમ્યાન અનેક સમયમાં અનેક ઐતિહાસિક બંધારણીય ચૂકાદાઓ આપીને ન્યાય મંદિરની પવિત્રતા, ગરિમા, નિષ્પક્ષતા, સ્વતંત્રતા આઝાદી જીવંત રાખ્યા છે !! ત્યારે વકીલો પોતાના અસીલોને ન્યાય અપાવી શકે છે એ સુઝ અને સમજ વકીલાતના વ્યવસાયિકોમાં હોવી જોઈએ તે અપેક્ષિત છે !! અને માટે જ ભારતની સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડે કહ્યું છે કે, બાર એસાસીએશનના સભ્યોની સર્વાેચ્ચ નિષ્ઠા કોઈના પક્ષપાતપૂર્ણ હિત સાથે નહીં ન્યાયતંત્ર અને સંવિધાન પ્રત્યે હોવી જોઈએ!!

ચીફ જસ્ટીસ શ્રી ડી. વાય. ચંદ્રચુડે તો ત્યાં સુધી કહ્યું છે કે, સ્વતંત્ર બાર એસોસીએશન કાયદાકીય અને બંધારણીય શાસનની રક્ષા માટે નૈતિક કવચ છે!! બારના સભ્યો કોર્ટના પ્રથમ અને સૌથી અગત્યના સભ્ય છે. કાયદાકીય ચર્ચાની ગરિમા જાળવવાની બાર એક સેતુ તરીકે નાગરિકો અને કોર્ટ વચ્ચે કામ કરવાની ક્ષમતા ધરાવે છે. સુપ્રિમ કોર્ટની બંધારણીય બેંચના ચૂકાદા મુશ્કેલ કાર્યવાહી, વ્યાપક વિશ્લેષણ અને બંધારણીય સિધ્ધાંતોને ધ્યાનમાં રાખીને અપાય

છી અને કદાચ માટે જ ચીફ જસ્ટીસશ્રીએ કહ્યું છે કે, વકીલોએ રાજકીય પક્ષને નહીં બંધારણને વફાદાર રહેવું જોઈએ!! આ સત્ય આજના વરિષ્ઠ કાયદાકશાસ્ત્રીઓ, જુનીયર્સ આશાસ્પદ વકીલોએ ખાસ સમજવાની અને સત્ય સ્વીકારવાની જરૂર છે !! દેશમાં અનેક વિખ્યાત નામાંકિત અનેક વકીલોએ રાજકીય પક્ષોની કંઠી નથી બાંધી !! દેશના બંધારણ માટે અને પોતાના અસીલને ન્યાય અપાવવા વકીલાત કરી છે !! વકીલ એ વકીલ પહેલા છે રાજકીય પક્ષનો સભ્ય બનવું જરૂરી નથી તો જ તેઓ ન્યાયનો અવાજ બની શકે છે!!

ગુજરાત બાર કાઉÂન્સલમાં વકીલોનું પ્રતિનિધિત્વ કરતા નિષ્પક્ષ સભ્યો કેટલા ચૂંટાયા છે અને રાજકીય પક્ષોની કંઠી બાંધીને રાજકીય લાભ ખાંટનારા કેટલા સભ્યો ચૂંટાયા છે ?! કુવામાં હશે તો ભવિષ્યમાં હવાડામાં આવશે!! નહીં તો નિષ્પક્ષ ન્યાયતંત્રનો શું અસ્ત થઈ જશે ?!

મહાત્મા ગાંધીએ કહ્યું છે કે, નેતા જયારે પોતાના અંતરઆત્માના અવાજની વિરૂધ્ધ વર્તે છે ત્યારે તે બીનઉપયોગી બની જાય છે!! અમેરિકા, જાપાન, ફ્રાન્સ, ઈટાલી, બ્રિટન જેવા દેશોમાં તેમને વકીલાતના ક્ષેત્રે ન્યાયતંત્રની નિષ્પક્ષતા માટે અવાજ ઉઠાવનારા અને વકીલાતના કાર્યક્ષેત્રમાં પ્રગતિશીલ બુÂધ્ધજીવી વકીલો વધુ જોવા મળશે !! જેમાં મોટા ભાગના વકીલોને ફકત તેમની વકીલાતથી નિસ્બત હોય છે !! જયારે આજકાલ વકીલાતના વ્યવસાયિક ક્ષેત્રે વકીલાતની કંઠી બાંધેલા કરતા રાજકીય કંઠી બાંધીને ફરનારા વધુ જોવા મળશે ?

સમગ્ર ગુજરાતના વકીલો જાણે છે કે, ગુજરાત બાર કાઉÂન્સલમાં કાં તો ભા.જ.પ.ની કંઠી બાંધેલા કાં તો કોંગ્રેસની કંઠી બાંધેલા સભ્યો જોવા મળશે અગાઉ ગુજરાત બાર કાઉÂન્સલમાં કાબેલ અને વકીલાતના વ્યવસાયિક ક્ષેત્રે પ્રથમ નિષ્ઠા ધરાવતા બીન રાજકીય સભ્યો બાર કાઉÂન્સલ ઓફ ગુજરાતમાં ચૂંટાતા હતાં આજે રાજકારણીઓ ચૂંટાય છે!!

આવા લોકો પોતાના રાજકીય પક્ષને વફાદાર હોય છે !! નિષ્પક્ષ, સ્વતંત્ર અને બંધારણવાદની ભાવનાને ઓછા વફાદાર હોય છે ?! આને આવું ચાલશે તો આજે વકીલ મંડળનું રાજકીયકરણ થયું છે !! પછી ન્યાયતંત્રનું રાજકીયકરણ થશે અને પછી કદાચ રશિયા, ચાઈના, ઉત્તરકોરીયા જેવી સરકારો ભારતમાં આવે તો નવાઈ નહીં. વકીલો આ કડવું સત્ય સમજે છે પણ કેટલાક સમજવા માંગતા જ નહીં હોય ?!

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.