પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટર અને કર્મચારીઓની મિલીભગતને કારણે દર્દીઓ મુશ્કેલીમાં
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/04/Manoj-Arogya.jpg)
ઘોઘંબાના કાનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટરની અનિયમિતતા કારણે દર્દીઓ મુશ્કેલીમાં
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ઘોઘંબા તાલુકાના કાનપુર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે. સરકાર તરફથી પ્રાથમિક સુવિધાઓ માટે સ્થાનિકો લોકોને સારવાર મળે તે માટે ખર્ચ કરવામાં આવતો હોય છે અને જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. આ આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટર સહિત મોટો સ્ટાફ છે અને તમામ દવાઓ સહિત બેડની પણ સુવિધા ઉપલબ્ધ છે
પરંતુ ગામડાઓમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓની અનિયમિતતા તથા દર્દીઓ સાથે ઉદ્ભવતા ભર્યા વર્તન વ્યવહાર ના કારણે ગ્રામીણ વિસ્તારની જનતાને સમયસર લાભ મળતો નથી તેવા આક્ષેપો ગ્રામજનો દ્વારા થઈ રહ્યા છે. આ બાબતની જાણ પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆને થતાં તેઓએ તાત્કાલિક જિલ્લા આરોગ્ય અધિકારીનું ધ્યાન દોરાવ્યુ છે
અને ડૉક્ટર અને કર્મચારીઓની અનિયમિતતા ના કારણે દર્દીઓને પડતી હાલાકી વિશે લેખીત રજુઆત કરી છે. તેઓએ જણાવ્યુ છે કે આરોગ્ય તંત્ર બેપરવાહ છે ઉનાળામાં એ સી માં આરામ કરે છે ગામડાઓમાં આવેલા પીએચસી સેન્ટરોની મુલાકાત લેતા નથી તેથી ડૉક્ટર અને કર્મચારીઓની અનિયમિતતા વધી ગઈ છે દરરોજ પોતાની ફરજ ના સમયથી બે ત્રણ કલાક મોડા આવે છે અને વહેલા જતાં રહેતા હોય છે
આ પ્રકારની નોકરી કરતા અધિકારીઓ અને કર્મચારીઓને કોઈ ડર રહ્યોં નથી તેથી ગુજરાત સરકાર આરોગ્ય વિભાગમાં જાણ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું .આજે એક પિતા પોતાની દિકરીને લઇને કાનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર સારવાર માટે ગયા હતા પરંતુ દોઢ કલાક વધારે થયો હોવા છતાં ડૉક્ટર આવ્યા ન હતા તથા પુરા કર્મચારીઓ પણ હાજર ન હતા જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે ડૉક્ટર પાદરા ટ્રેનિંગમાં ગયા છે
તેવો લુલો જવાબ આપ્યો હતો કોઈ લેખિત રીપોર્ટ પણ ન હતો. આવી બેદરકારી કાયમ રહેતી હોય છે જેથી મજબુરી વશ ગામડાના દર્દીઓને ખાનગી દવાખાનાઓમાં જવું પડતું હોય છે . અને આવા સરકારી દવાખાના માત્ર શોભાના ગાંઠિયા જેવા દેખાય છે. સરકાર દ્વારા લાખ્ખો રૂપિયા નો ખર્ચ કરવામાં આવે છે.પરંતુ ફક્ત કેસ પેપર લખી બે ત્રણ ગોળીઓ આપીને દર્દીઓને મોકલી દેવામાં આવે છે.
તેથી આવા સરકારી દવાખાનાઓમાં ખાસ લોકો જતાં નથી તેથી ડૉક્ટરો અને કર્મચારીઓ લહેર કરે છે લોકો પાસે થી જાણવા મળે છે કે કેટલાક બોગસ દર્દીઓ બનાવીને નામ લખીને કેસ બતાવવામાં આવે છે જ્યારે હકીકત જુદી હોય છે. લોકો ખાનગી દવાખાનાઓ ના સહારે રહે છે. સરકાર ગમે તેટલી આરોગ્ય સેવાઓની વાત કરે પણ જમીન પર હકીકત જુદી છે એમ પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ જણાવ્યું છે.