Western Times News

Gujarati News

સાયબર ક્રાઇમના ભોગ બનેલા ખેડા જિલ્લાના 52 લોકોને નાણાં પરત અપાવ્યા

સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર તરત ફરિયાદ નોંધાતા રૂ.૪૪.૧૮ લાખ ફ્રીઝ થયા જે હાલમાં પરત આપવાની કામગીરી શરૂ થઈ

(પ્રતિનિધિ) નડિયાદ, સાયબર ક્રાઈમ ના બનાવો ખેડા જિલ્લામાં વધી રહ્યા છે ઓનલાઇન છેતરપિંડી ની ઘટનાઓ માં ઠગાયેલા કેટલાક લોકોએ તાત્કાલિક સંબંધિત તંત્રમાં જાણ કરાતા ભોગ બનનાર ના એકાઉન્ટ માંથી કપાયેલા પૈસા ગઠીયાઓ ના સેરવી જાય તે માટે અટકાવી દેવામાં આવતા હતા. આવા રૂપિયા ૪૪.૧૮ લાખ જે તે ભોગ બનનારને સાયબર ક્રાઇમ સેલ એ પરત કર્યા હોવાનું જાણવા મળે છે.

આ અગે મળતી માહિતી મુજબ ખેડા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સાયબર ક્રાઇમના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે ગઠિયાઓ અવનવી રીતો અપનાવીને શિક્ષિત લોકોને પણ શિકાર બનાવતા હોય છે આવી સંખ્યાબંધ ફરિયાદો જિલ્લામાં નોંધાય છે

ભોગ ઘણા લોકો તરત  હેલ્પ લાઇન ઉપર ફોન કરી ફરીયાદો નોંધાવે છે જેથી તેમના ખાતાબતી કપાયેલા રૂપિયા ગઠીયાઓ ના ઉપાડી જાય તે માટે ફ્રીઝ કરવામાં આવે છે.

ખેડા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા તરફથી જીલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલ નાગરિકોને તેઓના ગયેલ નાણાં પૈકી ફ્રિઝ થયેલ નાણાં પરત અપાવવા માટે ખાસ સુચના આપવામાં આવી હતી , જે સુચનાની અમલવારીના ભાગરૂપે નાયબ પોલીસ અધિક્ષક વી.આર. વાજપાઇનાં માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.પી. બ્રહ્મભટ્ટનાઓની

સુચના મુજબ ખેડાજીલ્લાના નાગરિકો સાથે સાયબર ક્રાઇમ થતા સાયબર ક્રાઇમ હેલ્પ લાઈન નંબર ૧૯૩૦ ઉપર કોલ કરી નોંધાવેલ ફરીયાદો અંતર્ગત સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ, સી.આઇ.ડી. ક્રાઇમ, ગાંધીનગર દ્વારા અલગ અલગ રાજ્યોની બેંકોના એકાઉન્ટમાં ફ્રિઝ કરાવેલ નાણા નાગરિકોને રિફન્ડ અપાવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન નડીયાદ દ્વારા નેશનલ લોક અદાલતમાં

ખેડા જીલ્લાના સાયબર ક્રાઇમનો ભોગ બનેલ નાગરિકોને તેઓના ગયેલ નાણાં પૈકી ફ્રિઝ થયેલ દ્ગઝ્રઝ્રઇઁ ના કુલ-પર (બાવન) અરજદારોને કુલ રૂ. ૪૪,૧૮,૯૩૯/- પરત અપાવવા સ્ટેટ સાયબર ક્રાઇમના પરામર્શમાં રહી કોર્ટના હુકમો મેળવી ત્વરિત કામગીરી હાથધરી વિવિધ રાજ્યોની બેન્કોને અત્રેના જીલ્લાના અરજદારોના ખાતામાં નાણા જમા કરવા સુચના આપવામાં આવેલ છે.

જે નાણાં ટુંક સમયમાં જ બેન્ક દ્વારા અજરદારોના ખાતામાં જમા કરવા સારૂ અલગ અલગ નોડલને ઇ-મેઇલ કરવામાં આવેલ છે. જે ટૂંક સમયમાં જ અરજદાર ના ખાતામાં જમા થઈ જશે

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.