Western Times News

Gujarati News

બગડી ગયેલો અખાદ્ય ગોળ આ કારણસર ગુજરાતમાં ઘુસાડાઈ રહ્યો છેઃ 2 ઝડપાયા

દેશી દારૂ બનાવવા વપરાતા અખાધ્ય ગોળની હેરાફેરી કરતા બે શખ્સો ઝડપાયા

આયશર ટ્રકમાં ભરીને રાજસ્થાનથી આવતો ગોળનો જથ્થો અને ટ્રક મળી રૂ.૧૧.૭૫ લાખનો મુદ્દામાલ જપ્ત-રાણી બોર્ડર ચેક પોસ્ટ ખાતે સંયુક્ત વાહન ચેકીંગ દરમ્યાન 

(પ્રતિનિધિ) મોડાસા, વિજયનગર તાલુકામાં રાણી બોર્ડર ચેક પોસ્ટ ખાતે સંયુક્ત વાહન ચેકીંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી આયશર ટ્રક ઉભી રખાવીને એની તલાશી લેતા

આ ટ્રકમાંથી દેશી દારૂ બનાવવા વપરાતા ૧૨૫૦૧ કિલો અખાધ્ય શંકાસ્પદ ગોળનો જથ્થો મળી આવતા ૪૬૩ બોક્ષમાનો રૂ ૪,૭૫,૦૩૮નો ૧૨૫૦૧ કિલો શંકાસ્પદ ગોળ અને .રૂ.૭,૦૦,૦૦૦/– ની આયશર ટ્રક મળી કુલ કિ.રૂ.૧૧,૭૫,૦૩૮નો મુદ્દામાલ સાથે આ ગોળની હેરાફેરી કરતા ઉત્તર પ્રદેશના બે શખ્સો ઝડપાયા હતા.

હાલમાં આગામી લોકસભાની ચૂટણી લક્ષી કામગીરી અનુસંધાને રાણી બોર્ડર ચેક પોસ્ટ ખાતે વિજયનગર પોસઈ વાય.બી બારોટ અને એમનો પોલીસ સ્ટાફ તથા રાજસ્થાન પહાડા પોલીસના સંયુક્ત વાહન ચેકીંગ દરમ્યાન આ શંકાસ્પદઅખાધ્ય ગોળનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. એક આઇશર ટ્રક ઉભી રખાવી ચેક કરતા અંદર સફેદ કલરના પુંઠાના બોક્ષ ભરેલ હોય

તેમાં શંકાસ્પદ ગોળની વાસ આવતી હોવાથી સદર આઇશર ટ્રક વિજયનગર પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં લાવી એફ.એસ.એલ અધિકારી પાસે ચેક કરાવતા પ્રાથમિક દ્રષ્ટીએ આ ગોળ અખાધ્ય હોવાનો જણાઇ આવતા તે આધારે આધારે ગોળના અલગ અલગ બોક્ષમાથી સેમ્પલ સારૂ નમુનાઓ લેવામાં આવ્યા હતા અને આ કુલ-૪૬૩ બોક્ષમાનો ૧૨૫૦૧ કિલો

શંકાસ્પદ ગોળ કિ.રૂ.૪,૭૫,૦૩૮/-નો તથા આઇસર ટ્રક કિ.રૂ.૭,૦૦,૦૦૦/– ની મળી કુલ કિ.રૂ.૧૧,૭૫,૦૩૮/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ આ ગોળની હેરફેરી કરતા ઇસમો મોહમ્મદ શહેજાદ મોહમ્મદ રફી તુર્ક અને મહોમ્મદ રફી મલીક (બન્ને રહે, જોયા તા.અમરોહા જી.અમરોહા ઉત્તર પ્રદેશ) વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.