Western Times News

Gujarati News

15 વર્ષના કિશોરને નદીમાં ડૂબતા બચાવતાં હોમગાર્ડના જવાનનું સન્માન કરાયું

સેવાલીયા યુનિટના હોમગાર્ડ જવાનને ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન પત્ર એનાયત

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ખેડા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા નડીયાદ નાઓએ તાઃ૧૩/૦૪/૨૦૨૪ નારોજ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થીતીને જાળવી રાખવા તેમજ નાગરીકોની સલામતી/સુખાકારી ને વધુ સુઘળ બનાવવા જીલ્લાના તમામ પોલીસ અધિકારીઓ સાથે ક્રાઈમ કોન્ફરન્સનુ આયોજન કરી જરૂરી સુચનો અને માર્ગદર્શન આપવામા આવેલ.

તથા જીલ્લામાં કાર્યરત પોલીસ અધિકારી / કર્મચારી, તથા હોમગાર્ડ / જી.આર.ડી. સભ્ય નાઓઓ કરેલ ઉત્કૃષ્ટ અને વિશિષ્ટ કામગીરી કરનારને સન્માનિત કરવામા આવેલ.જેમા ખેડા જીલ્લાના ડાકોર ખાતે ફાગણી પૂનમના દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ડાકોરમાં રણછોડરાયજી ના દર્શને ઉમટી પડે છે. ત્યારબાદ મોટાભાગના શ્રદ્ધાળુઓ નજીકમાં આવેલા ગળતેશ્વર મહિસાગર નદીમાં સ્નાન કરવા જાય છે.

જેથી મહિસાગર નદીના કાંઠે મોટી સંખ્યામા માનવ મહેરામણ ઉમટી પડે છે. જેથી કાયદો અને વ્યસ્થાની પરિસ્થીતીને જાળવી રાખવા સારુ પોલીસ બંદ્દોબસ્ત ગોઠવવામા આવે છે. તાઃ૨૪/૦૩/૨૦૨૪ના મહિસાગર નદીના કાંઠે નદીના પાણીમાં નાહવા પડેલ અમદાવાદનો એક ૧૫ વર્ષિય કિશોર પ્રકાશ બાલાભાઈ રાવળ, પાલડી, એકાએક પાણીમાં ડૂબવા લાગેલ હતો.

સ્થાનિકોએ બુમરાણ મચાવતાં વિજયકુમાર રતનસિંહભાઈ સોઢા પરમાર સેવાલીયા યુનિટ નાઓએ પોતાના જીવના જોખમે નદીના પાણીમા છલાંગ લગાવી દીધી હતી અને ગણતરીના સમયમાં કિશોરને નદિના પાણીમાંથી જીવિત બહાર કાઢી પાણીમા ડુબતા ઉગારી પોતાની સુઝબુઝ અને બહાદુરીથી માનવતાનુ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડેલ જે મહત્વની કામગીરીની સગર્વ નોંધ લઇ ઉત્કૃષ્ટ

અને વિશિષ્ટ કામગીરી બદલ પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ નાઓએ વિજયકુમાર રતનસિંહભાઈ સોઢા પરમાર સેવાલીયા યુનિટ નાઓને સન્માન પત્ર એનાયત કરી પ્રોત્સાહન પુરુ પાડેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.