ગુજરાત કોમન એડમીશન સર્વિસ પોર્ટલને કારણે સર્જાશે હેરાનગતિ
કોલેજમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિધાર્થીઓને ફરજીયાત રૂ.૧૦૦૦ ખર્ચવા પડે એવા પરીપત્ર સામે રોષ
માણાવદર, ગુજરાત કોમન એડમીશન સર્વીસ પોર્ટલને કારણે કોલેજમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિધાર્થીઓઅને પારાવાર હાલાકીનો સામનો કરવો પડશે. તાજેતરમાં ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના પરીપત્ર અનુસાર સરકારી ૧૪ જેટલી યુનિવસીટટીમાં અને એ સંલગ્ન કોલેજોમાં પ્રવેશ મેળવવા માંગતા વિધાર્થીઓને ગુજરાત કોમન એડમીશન સર્વીસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.
આ પરીપત્રને કારણે આજ સુધી સરળતાથી પ્રવેશ મેળવતા વિધાર્થીઓને અનેક સમસ્યા સામનો કરવો પડશે. એક તો ધોરણ ૧રના પરીક્ષા આપેલ વિધાર્થીઓને આ પોર્ટલ વિશે પુરતી માહિતી નથી. તેમજ આમાં રજીસ્ટ્રેશન કરવાની તારીખ ૧૪ એપ્રીલ છે. હજુ સુધી ૧રનું પરીણામ કયારે આવશે કેવું આવશે એ નકકી નથી અને ૩૦૦ રૂપિયાનો ખર્ચ ફરજીયાત કરવાનો થશે.
આ માટે પોતાના વતન કે તાલુકા મથકોથી વિધાર્થી જીલ્લા મથકે કે કોલેજ જશે ત્યાં સાઈબર કાફે વાળાને મળી ૧૦૦ રૂપિયામાં રજીસ્ટ્રેશન કરશે અને એ પછી ૦૮-૧૦ પ્રકારના ડોકયુમેન્ટ સ્કેન કરી અપલોડ કરાશે. આ ખર્ચ સરેરાશ રૂ.૧૦૦૦ આસપાસ એવી સંભાવના રહી છે.
શિક્ષણ વિભાગના આવા નિર્ણય સામે વિધાર્થી સંગઠનો કેમ ચુપ છે ? કેમ કે એડમીશન આપવું કે નહી એતો જે તે કોલેજ અને યુનિવસીટી નકકી કરશે અને અલગથી મેરીટ લીસ્ટ બનશે અને અહી તો માત્ર રજીસ્ટ્રેશનના નામે ૩૦૦ રૂપિયા ખંખેરવાની વાત છે. આજેજયારે મફત શિક્ષણની વાત છે. ત્યારે સરકારની બે ધારી નીતી સામે સવાલો ઉઠયા છે.
આવું ટેકનીકલ કોર્ષમાં કે મેડીકલ કોર્ષમાં હોય એ સમજી શકાય છે. જયારે આર્ટસ કોર્મસ જેવી કોલેજો ધોરણ ૧રના વર્ગો ઓછો હોવાને કારણે માંડ સંખ્યા મળે છે. ત્યારે આવી સર્વીસ પોર્ટલ સુવિધા વધારે ગુંચવાણો કરશે. આ સર્વીસ પોર્ટલ સામે વિધાર્થીઓ અને વાલીઓમાં સખત વિરોધ ઉઠયો છે.