છોટાઉદેપુર લોકસભા બેઠક પર એકપણ ઉમેદવારી પત્ર ન ભરાયું
છોટાઉદેપુર, લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ અન્વયે છોટાઉદેપુર જિલ્લામાં ત્રીજા તબક્કામાં તા.૭મી મેના રોજ મતદાન થનાર છે. જેને ધ્યાને લઈ જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલીયા દ્વારા છોટાઉદેપુર લોકસભા બેઠક માટે ઉમેદવારી પત્ર ભરવા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે જે અન્વયે ઉમેદવારી પત્રો ભરવાના આજના પ્રથમ દિવસે ર૧- છોટાઉદેપુર સંસદીય મતદાર વિભાગ માટે કોઈ ઉમેદવારી પત્ર ભરાયું નથી.
લોકસભાની સામાન્ય ચૂંટણી ર૦ર૪ અન્વયે છોટાઉદેપુર સંસદીય મતદાર વિભાગ માટે તા.૭.પ.ર૦ર૪ ના રોજ મતદાન થનાર છે જેને ધ્યાને લઈ ર૧- છોટાઉદેપુર લોકસભા મતદાર વિભાગ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયા દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
જે અનુસાર ઉમેદવાર કે તેમના નામની દરખાસ્ત મુકનાર પૈકી કોઈ એક વ્યક્તિ ચૂંટણી અધિકારી, ર૧- છોટાઉદેપુર સંસદીય મતદાર વિભાગ અને કલેકટર છોટાઉદેપુર, કલેકટર કચેરી, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, છોટાઉદેપુર ખાતે અથવા મદદનીશ ચૂંટણી અધિકારી, ર૧- છોટાઉદેપુર સંસદીય મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, છોટાઉદેપુર, પ્રાંત કચેરી ગ્રાઉન્ડ ફલોર, જિલ્લા સેવા સદન, છોટાઉદેપુર ખાતે
તા.૧ર.૪.ર૦ર૪ થી તા.૧૯.૪.ર૦ર૪ સુધી (જાહેર રજાના દિવસ સિવાય) સવારના ૧૧-૦૦ થી બપોરના ૩-૦૦ કલાક સુધી નામાંકન પત્રો પહોંચાડી શકશે. નામાંકન પત્રના ફોર્મ ઉપર દર્શાવેલ સ્થળ અને સમયે મળી શકશે. ભરાયેલ ઉમેદવારી પત્રોની ચકાસણી ચૂંટણીઅધિકારી અને કલેકટર, છોટાઉદેપુર, કલેકટર કચેરી, છોટાઉદેપુર ખાતે તા.ર૦.૪.ર૦ર૪ના રોજ સવારના ૧૧-૦૦ કલાકથી હાથ ધરાશે.