પરમ પૂજ્ય પ્રેમસ્વરૂપદાસજી મહારાજનો શુભેચ્છા સમારંભ યોજાયો
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ચૈત્રી સુદ બીજ ના રોજ પ્રેરણાપીઠ પીરાણા મુકામે પૂજ્ય પ્રેમદાસ બાપુ નું જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના વર્ગ હસ્તે તિલક વિધિ અને ચાદર અર્પણ વિધિ કર્યા બાદ હવેથી પ્રેમદાસ બાપુ મહંતશ્રી પ્રેમસ્વરૂપદાસજી મહારાજ તરીકે ઓળખાશે એવું નામાભીધાન કરવામાં આવ્યું હતું. જે સમગ્ર કચ્છ કડવા પાટીદાર સમાજનું ગૌરવ છે.
જે અનુસંધાને ખેડબ્રહ્મા, વડાલી, ઈડર અને વિજયનગર તાલુકાના પાટીદાર સમાજના સૌ ભાઈઓ અને બહેનોની હાજરીમાં મહંતશ્રી પ્રેમ સ્વરૂપદાસજી મહારાજને આવકારવા માટેનો સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નિષ્કલંકી ગામ નખત્રાણાના સંતશ્રી શાંતિ પ્રિયદાસજી મહારાજ, સંતશ્રી પંકજદાસજી મહારાજ, સંતશ્રી મણીરામ મહારાજ, યોગાચાર્ય સંતશ્રી શાંતિ ભગત ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી. સ્વાગત પ્રવચન કેળવણી મંડળના પ્રમુખ શ્રી મણીભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ રૂપરેખા શ્રી નાનાલાલ મુખી મહારાજ દ્વારા કરવામાં આવી ત્યારબાદ સન્માન પત્રનું ભાવવાહી શૈલીમાં વાંચન જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય સુરેશભાઈ સાહેબ દ્વારા કરવામાં આવ્યું.
જુદી જુદી ૨૪ જેટલી સંસ્થાઓ દ્વારા અને કંપાઓ દ્વારા મહંતશ્રી પ્રેમ સ્વરૂપદાસજી મહારાજનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ શુભ પ્રસંગે ચાર તાલુકા સમાજ પ્રમુખ શ્રી ખીમજીભાઈ પટેલ, મંત્રીશ્રી દિનેશભાઈ પટેલ, જેઠાભાઈ સાહેબ, રશ્મિકાંત પટેલ, રુદ્રમાળા થી શ્રી જેઠાદાદા, શ્રી રવજીભાઈ ગોતાકંપા, શ્રી રાજાભાઈ મેત્રાલ કંપા, સંત શ્રી દલપતભારતી, કુવરમાં સંકુલ વતીથી નરેશભાઈ પટેલ, યુવક મંડળ ખેડબ્રહ્મા, શેઠ કે એલ હોસ્પિટલ લક્ષ્મીપુરા વતીથી જીતાભાઈ, ફલજીભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
મહંત શ્રી પ્રેમસ્વરૂપદાસજી મહારાજના શિષ્ય મંડળમાંથી લક્ષ્મી હોમ સોલ્યુશન નરસિંહભાઈ પટેલ, જ્યોતિ ઇલેક્ટ્રીક જીતુભાઈ, શાંતિલાલ લેબોરેટરી, મહેન્દ્રભાઈ કોન્ટ્રાક્ટર, શાંતિભાઈ કોન્ટ્રાક્ટર, હિંમતભાઈ લેબોરેટરી, લક્ષ્મણપુરા કંપા થી અરવિંદ કાકા સહિત અનેક શિષ્ય બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.
જામરેલા કંપાથી શ્રી સુરેશભાઈએ શુભેચ્છા પાઠવી હતી તથા ખેડબ્રહ્મા શહેરની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે મહંતશ્રી પ્રેમસ્વરૂપદાસજી મહારાજે ભાવથી ખૂબ આશીર્વાદ આપ્યા હતા અને ચાર તાલુકા પ્રત્યેનું ઋણ અદા કરી કૃતજ્ઞ થયા હતા…
સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પ્રિન્સિપાલશ્રી રશ્મિકાંત પટેલ દ્વારા કરવામાં આવ્યું આભાર દર્શન વસંતભાઈ પટેલ કલોલ કંપા દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમ અંતે સૌ અલ્પાહાર લઈ અને છૂટા પડેલ.