Western Times News

Gujarati News

આ 72 વર્ષની મહિલા પાસે છે 11થી વધુ ડ્રાઈવીગ લાઈસન્સ

કાર પછી ટ્રક, બસ, જેસીબી, ક્રેન, ટ્રેલર, ફોર્કલીફટ, રોડ, રોલર ટુવ્હીલર, ઓટોનું લાઈસન્સ મેળવ્યું.

(એજન્સી)કોચી, અંગ્રેજીમાં એક કહેવત છે કે એજ ઈઝ જસ્ટ અ નબર’ કોચીના થોપ્પુમપાડી ગામની ૭ર વર્ષીય રાધામણી અમ્માએ આ વાત સાચી સાબીત કરી બતાવી. જે વયે વૃદ્ધાઓ પૌત્રો માટે લોરી ગાતી હોય છે. તે વયે રાધામણી અમ્મા પાસે ૧૧થી વધુ વિવિધ વાહનોના લાઈસન્સ ધરાવે છે. જેમાં કાર બાઈક, જેસીબી અને ક્રેનનો સમાવેશ થાય છે. રાધામણી અમ્માએ ૧૯૮૧માં પ્રથમ વખત કાર ચલાવવાનું શીખ્યા હતા.  72-year-old Radhamani Amma of Thoppumpadi village in Kochi

વાસ્તવમાં તેમના પતી કોચીમાં ડ્રાઈવીંગ સ્કુલ ચલાવતા હતા. તેમણે રાધામણી અમ્માન પણ ડ્રાઈવીગ માટે પ્રેરીત કર્યા તેમણે કારનું લાઈસન્સ મળ્યું તે પછી તેમણે કયારેય પાછું વળીને જોયું નથી.

કાર પછી ટ્રક, બસ, જેસીબી, ક્રેન, ટ્રેલર, ફોર્કલીફટ, રોડ, રોલર ટુવ્હીલર, ઓટોનું લાઈસન્સ મેળવ્યું.રાધામણીને કેરળ રાજયમાં ભારે વાહનનું લાઈસન્સ મેળવનારી પ્રથમ મહીલા બની હતી. તેમના પતીનું ર૦૦૪માં અવસાન થયું હતું. હવે રાધામણી અને તેના બાળકો તેના પતીની ડ્રાઈવીંગ સ્કૂલ ચલાવી રહયા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.