Western Times News

Gujarati News

“દરેક વ્યક્તિમાં અનેક ગુણો હોય છે પરંતુ વિવેક દરેક ગુણનું સત્વ છે” જસ્ટીસ પારડીવાલા !

સુપ્રિમ કોર્ટમાં જુદા જુદા “ધર્મ” ને માનનારા, જુદી જુદી જ્ઞાતિ અને જુદી જુદી કોમના ન્યાયાધીશો “ન્યાય મંદિર” માં બેસે છે પણ તેમનો ધર્મ છે “ન્યાયધર્મ” 

લોકસભાની ચૂંટણીરૂપી “ધર્મયુદ્ધ”માં પરમેશ્વરના અને ન્યાયધર્મના સિધ્ધાંતોને રાજકીય પક્ષો અને મતદારો અનુસરશે તો ભારત “વિશ્વને માનવધર્મ” નો સંદેશો આપવા કામિયાબ થશે ?!

તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે !! આ સુપ્રિમ કોર્ટમાં જુદા જુદા “ધર્મ” ને માનનારા, જુદી જુદી જ્ઞાતિ અને જુદી જુદી કોમના ન્યાયાધીશો “ન્યાય મંદિર” માં બેસે છે પણ તેમનો ધર્મ છે “ન્યાયધર્મ” જેનો ઉપદેશ શ્રી ક્રિશ્ને અને શ્રી રામ આપ્યો છે !! માટે “પામર માનવી” એ કરેલા ગુન્હાનું અને ફરિયાદીની ફરિયાદનું અને ફરિયાદ રજીસ્ટર્ડ કરતા પોલીસ અધિકારીઓની રજૂઆતનુ નિષ્પક્ષતાથી, નિડરતાથી, સ્વતંત્ર રીતે નિરીક્ષણ કરી “ન્યાય તોળે છે”

માટે તો આજે દેશના નેતાઓ કરતના ભારતની પ્રજા “ન્યાય મદિર” માં બેસતા બીજા નંબરના શ્રી ભગવાન એવા ન્યાયાધીશો પર વધુ ભરોસો છે !! છે કે નહીં ?! છે માટે તો “વકીલોની વકીલાત” ચાલે છે !! વકીલો પણ પોતાના આત્માથી વિચારે !! તસ્વીરમાં ડાબી બાજુથી સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડની છે !! બીજી તસ્વીર જસ્ટીસ શ્રી જે. બી. પારડીવાલાની છે !! ત્રીજી તસ્વીર જસ્ટીસ શ્રી કે. એસ. જોસેફની છે !!

ચોથી તસ્વીર જસ્ટીસ શ્રી બી. વી. નાગરત્નાની છે !! પાંચમી તસ્વીર જસ્ટીસ શ્રી એસ. એ. અબ્દુલનઝીરની છે !! આ સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશો જયારે ન્યાયાધીશની ખુરશી પર બેસે છે ત્યારે એ “ધર્મ”, “જ્ઞાતિ”, “જાતિ”, “કોમ”, “રાજકારણ” જોઈ ન્યાય નથી તોળતા માટે “ન્યાય મંદિર” સૌથી વધુ પવિત્ર છે !! દેશના બંધારણને “ધર્મગ્રંથ” માંથી “ન્યાયધર્મ” તોળે છે !! એથી શ્રી ક્રિશ્ન અને રામના “કર્તવ્ય ધર્મ” ના ઉપદેશાને વિવેક અને વિનમ્રતા સાથે અનુસરે છે માટે “ઈશ્વરના ન્યાય ધર્મ” થી મોટો કોઈ ધર્મ નથી !! હવે વકીલો વિચારે કે “સાચા સનાતની કોણ ?”!!

જેમાં સર્વે માનવ જાતનું કલ્યાણ હોય એ જ સાચો “સનાતન ધર્મ” હવે રાજનેતાઓ કેટલા સનાતની છે ?! એ ભારતના મતદારોએ નકકી કરવાનું છે ?! ખરૂં ને ?! અને જો મતદારો મતદાન કરવામાં વિવેક ચૂકી જશે તો પછી દેશને કોણ બચાવશે ?! ઈશ્વરને ફકત મંદિરમાં નહીં “અંતર આત્મા” માં વસાવો તો જ વિશ્વનું કલ્યાણ છે, નહીં તો સત્તાનું રાજકારણ એટલું ગંદુ થઈ ગયું છે કે ઈશ્વર જ દેશને બચાવી શકશે ?! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા કરિશ્મા ઠાકોર દ્વારા)

ધર્મ શું છે હું જાણું છું પણ આચરી શકતો નથી એવું દુર્યાેધનના શબ્દો સાંભળી ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસશ્રીએ વરિષ્ઠ વકીલને માફ કરેલા ?!

ગુજરાત હાઈકોર્ટના એક વરિષ્ઠ વકીલે કહ્યું હતું કે, “ધર્મ શું છે ? એ હું જાણું છું પણ આચરી શકતો નથી”!! ત્યારે જસ્ટીસ શ્રી એન. એચ. ભટ્ટે કહ્યું હતું કે, “તમે મહાભારતના દુર્યાેધન છો એમ સ્વીકારતા હોવ તો જાઓ માફ કર્યા”!!

ભારતની સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી જે. બી. પારડીવાલાએ સરસ કહ્યું છે કે, “દરેક વ્યક્તિમાં અનેક ગુણે હશે પરંતુ “વિનમ્રતા” દરે ગુણનું સત્વ છે”!! એટલા માટે હંમેશા બીજા પ્રત્યે “વિનમ્ર” રહેજો !! શ્રી ક્રિશ્નએ ભગવાન હતા અને શ્રી રામ હતાં છતાં તેમનામાં કેટલી વિનમ્રતા હતી આજે રાજકારણના નેતાઓ દેશનું નેતૃત્વ કરવાના છે એવા લોકો સંસ્કારી, ચારિત્ર્યવાન અને વિનમ્ર જોઈએ તેની આજે દરેક રાજકીય પક્ષોમાં ઉણપ જોવાય છે

પરિણામે ચૂંટણીમાં “મહાભારત” સર્જાઈ રહ્યું છે !! સાચો સનાતની ફકત હિન્દુ નથી પણ સમગ્ર એ લોકો “સાચા સનાતની” છે જે શ્રી ક્રિશ્ન અને શ્રી રામમાં પડેલા વિવેકના સંસ્કારો વિનમ્રતાના સંસ્કારો અને માનવતાના સંસ્કારો ઉજાગર કર્યા હોય ?! ન્યાયાધીશો આ માર્ગે ચાલીને પોતાની સત્તાનો ઉપયોગ કરે છે !! ન્યાયધીશો હિન્દુ હોય છે, શિખ હોય છે, મુસ્લિમ હોય છે, ક્રિશ્ચિયન હોય છે, પારસી હોય છે !!

શ્રી ક્રિશ્નનો ભગવદ્દ ગીતા સંદેશ અને “મહાભારત”ના યુદ્ધમાં રણભૂમિમાં તેમની ભૂમિકા જોઈએ તો એ અદ્દભૂત હતી !! શ્રી ભગવાન થઈને આટવા વિનમ્ર હોય તો “માનવી”માં અહંકાર શા માટે હોવો જોઈએ ?! માનવી શ્રી પરમેશ્વરથી મોટો તો નથી ને ?! “શ્રી ક્રિશ્ને” મહાભારતનું યુદ્ધ ટાળવા જાતે કૌરવો જોડે જઈ ફકત પાંચગામ પાંડવોને આપવા વિનંતી કરી હતી !! પણ “સત્તાના અહંકાર”માં, “તાકાતના અહંકાર”માં કૌરવો ન માન્યા ને અંતે “મહાભારત” નું “ધર્મયુદ્ધ” થયું ?!

શ્રી ક્રિશ્ન ભગવાન હતાં છતાં વિવેકશીલ અને વિનમ્ર હતાં !! તેનું બીજુ એક ઉદાહરણ છે !! “ધર્મયુદ્ધ” દરમ્યાન અર્જુને કર્ણના રથને બાણ મારતા ઘણો દુર પાછળ જતો રહ્યો હતો, જયારે કર્ણે પણ એ રીતે અર્જુનના રથને બાણ મારતા અર્જુનનો રથ ફકત પાંચ આંગળ જ પાછો થયો હતો ત્યારે “અર્જુન હસ્યો” હતો ત્યારે શ્રી ક્રિશ્ને કહ્યું હતું આમા ખુશ થવા જેવું કશું જ નથી !!

આ રથ પર હું ત્રિભુવનનો ભાર લઈને બેઠો છું રથની ધજામાં શ્રી હનુમાનજી બિરાજમાન છે !! છતાં રથ પાંચ આંગળ જ પાછો ગયો એ તેની મેઘાવી શક્તિનો પરિચય કરાવે છે !! આ વિનમ્રતા અને વિવેક સાચા સનાતનીમાં હોવો જોઈએ !! કયાં છે આ “ધર્મ”, “અધર્મ” ની સમજ ?!

હવે શ્રી રામની વાત કરીએ તો શ્રી રામ મર્યાદા પુરૂષોત્તમ કહેવાતા હતાં !! શ્રી રામે પ્રેમની અને ભક્તિની સંવેદનાનો સ્વીકાર કરતા શબરીના એંઠા બોર ખાધા હતાં !! અને શ્રી રામે સમુદ્ર ઓળંગીને રાવણની લંકા સુધી પહોંચવું હતું ત્યારે શિવભક્ત બ્રાહ્મણ શ્રેષ્ઠતા જોઈ શ્રી રામે તેના હાથે પૂજન કરાવ્યું હતું. આમ રામ અને રાવણ બન્ને સનાતની હતાં ?! પણ વિનમ્રતાની મહાનતા કેટલી ઉંચી હતી ?! આજના નેતાઓમાં કયાં જોવા મળે છે ?!

સાચા સનાતની કેટલા ? સર્વે કરાવવાની જરૂર છે !! સત્તાનો અહંકાર ન હોય !! વિવેક બુદ્ધિ અને વિનમ્રતા સાચો “ધર્મ” છે !! એ વાત શ્રી ક્રિશ્ને અને શ્રી રામે કરી છે !! વર્ષ ૨૦૨૪ ની ચૂંટણીમાં મતદારો જો “આત્મનિરીક્ષણ” કરી મતદાન નહીં કરે તો ભારતીય સંસ્કાર, ચારિત્ર્ય અને વિવેકનો અંત આવી જશે ?!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.