અસારવામાં દાદા હરી વાવ નજીક જુની જર્જરિત દીવાલ ધરાશાઈ
અસારવામાં દીવાલ ધરાશાયી થતા બેના મોત
(તસવીર ઃ જયેશ મોદી) અમદાવાદના અસારવા રેલવે યાર્ડ નજીક અચાનક દીવાલ ધરાશાયી ઘટના બની હતી. દિવાલ ધરાશાઈ થતાં આસપાસ લોકોમાં દોડધામ મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર અસારવા વિસ્તારમાં દાદા હરી વાવ નજીક જુની જર્જરિત દીવાલ ધરાશાઈ થતાં દોડધામ મચી ગઇ હતી.
જયા દીવાલનો કાટમાળ લોકો પર પડતાં ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચતા ત્રણ લોકોને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ત્યારે આ દુર્ઘટનામાં બે લોકોના મોત નીચે હોવાની માહિતી મળી હતી. તેમજ એક મહિલાનું રેસક્યું કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગ્રેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી.
પ્રાથમિક મળતી માહિતી મુજબ જુની જર્જરિત દિવાલ હોવાથી ધરાશાયી થઇ હતી. દીવાલના કાળમાળમાંથી એક મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જ્યારે ૨નાં લોકોના મોત નિપજ્યાં છે.