Western Times News

Gujarati News

330 કરોડના ખર્ચથી કોટ વિસ્તારમાં પાણી-ડ્રેનેજની લાઈનો બદલાશે

પ્રતિકાત્મક

એપ્રિલ મહિનામાં ગરમીને લગતા ૩૮૬પ કેસ નોંધાયા

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં વકરી રહેલી પ્રદુષિત પાણી અને ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યાના નિવારણ માટે કોર્પોરેશન દ્વારા રૂ.૩૦૦ કરોડ કરતા વધુ રકમ ખર્ચ કરવામાં આવશે આ ઉપરાંત ઘટાદાર વૃક્ષોને બચાવવા માટે પણ ખાસ એકશન પ્લાન તૈયાર કરવામાં આવશે.

મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન દેવાંગભાઈ દાણીના જણાવ્યા મુજબ મધ્યઝોનમાં પ્રદુષિત પાણીની સમસ્યા વકરી રહી છે આ ઉપરાંત કેટલાક સ્થળોએ ડ્રેનેજના પાણી પણ બેક મારી રહયા છે આ અંગે અવારનવાર જરૂરિયાત મુજબ પાઈપલાઈનો બદલવામાં આવે છે પરંતુ તેનો કોઈ કાયમી ઉકેલ આવતો નથી જેના કારણે કોર્પોરેશનના પૈસા વેડફાઈ છે

અને નાગરિકોને હાલાકી થાય છે આ પરિસ્થિતિના કાયમી ઉકેલ માટે કોર્પોરેશન દ્વારા રૂ.૩૩૦ કરોડનો ખર્ચથી મધ્યઝોનમાં પાણી અને ડ્રેનેજની તમામ લાઈનો એક સાથે બદલવામાં આવશે જેના કારણે નાગરિકોને આગામી ર૦ વર્ષ સુધી પ્રદુષિત પાણીની સમસ્યા ભોગવવી પડશે નહી આ કામ પૂર્ણ થવામાં ર વર્ષ કરતા પણ વધુ સમય લાગી શકે છે. શહેરના જે ઘટાદાર વૃક્ષો છે તેમને બચાવવા માટે તેની ફરતે ઈંટોની નાની દિવાલ કરવામાં આવશે.

શહેરમાં સતત વધી રહેલ ગરમીથી નાગરિકોને રાહત મળે તે માટે એએમટીએસ અને બીઆરટીએસના બસ સ્ટેન્ડોમાં ઓઆરએસનું વિતરણ કરવામાં આવી રહયું છે આ ઉપરાંત હિટસ્ટોકના દર્દીઓને તાકીદે સારવાર મળી રહે તે માટે મ્યુનિ. કોર્પો. હસ્તકની તમામ હોસ્પિટલો અને અર્બન હેલ્થ સેન્ટરોમાં પણ સુચના આપવામાં આવી છે.

ચાલુ મહિનામાં ગરમીના કારણે પેટમાં દુખાવો, વોમીટીંગ, માથાના દુખાવા, તાવ સહિતના કુલ ૩૮૬પ કેસ નોંધાયા છે જેમાં સૌથી વધુ પેટ દુખાવાના ૧પ૧ર કેસ છે. આ ઉપરાંત વોમીટીંગના ૮૮૧, હાઈફીવરના પ૬૯, માથાના દુખાવાના ૧૧૭ અને બેભાન થવાના ૭૮૬ કેસ નોંધાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.