વિદ્યા બાલન પોતાના દમ પર બની બોલિવૂડની ટોપ એક્ટ્રેસ
મુંબઈ, સંઘર્ષના ધોમધખતા તાપમાં તપીને આ એક્ટ્રેસે પોતાના માટે રસ્તો બનાવ્યો અને એક્ટિંગની દુનિયામાં પ્રવેશી. પોતાના કરિયરની શરૂઆતમાં ઘણી ફિલ્મોમાંથી હાંકી કઢાઇ.
આ ઉપરાંત તેને પનોતી પણ કહેવામાં આવતી હતી.એક્ટિંગની દુનિયામાં આજે મિસાલ માનવામાં આવતી આ એક્ટ્રેસ બીજુ કોઇ નથી. આજે ભલે તે ટોપ એક્ટ્રેસ છે, પરંતુ ક્યારેક કામ મેળવવા માટે તેણે પ્રોડ્યૂસરની ઓફિસના ખૂબ ધક્કા ખાવા પડ્યા હતાં.
વિદ્યા બાલન ઇન્ડસ્ટ્રીની તે એક્ટ્રેસીસમાંથી એક છે જેને ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટરિના કૈફ, પ્રિયંકા ચોપરા જેવી ઘણી એવી એક્ટ્રેસીસ છે, જેને ફક્ત ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં લોકો જાણે છે.
તેમાંથી જ એક છે વિદ્યા બાલન.આજે ભલે બોલિવૂડમાં વિદ્યા બાલન પોતાના પાત્રોથી ધાક જમાવી ચુકી છે. પરંતુ વિદ્યા બાલનનું એક્ટિંગનું સપનુ પૂરુ કરવાની આ સફર એટલી સરળ રહી ન હતી. તેના માટે તેને ખૂબ ટોણા સાંભળવા પડ્યાં હતાં.
કરિયરની શરૂઆતમાં તેને ઘણી ફિલ્મોમાંથી બહાર કાઢવામાં આવી હતી જેના માટે તેને સાઇન કરવામાં આવી હતી. આ ઉપરાંત ઘણીવાર તો તેની ફિલ્મ અધવચ્ચે જ ડબ્બાબંધ થઇ ગઇ. લોકો તેને પનોતી કહેવા લાગ્યા હતાં.એક સમય બાદ તો વિદ્યા બાલન એટલી પરેશાન થઇ ગઇ કે તે આખી રાત જાગતી રહેતી.
ઘણીવાર મંદિરમાં જઇને તે ભગવાનને કહેતી હતી કે, હું જ શા માટે, મારી સાથે જ આવું શા કારણે થાય છે. થયું કંઇક એવું હતું કે ફિલ્મ ચક્રઅબની એનઉન્સમેન્ટ બાદ તેને સાઉથની ૧૨ ફિલ્મોમાં સાઇન કરવામાં આવી હતી.
પરંતુ તે સમયે સાઉથમાં કોન્ટ્રાક્ટ જેવું કંઇ ન હતું, ફક્ત તેને સાઇન કરવાની વાત કરવામાં આવી હતી અને પછી તેને બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો હતો.વિદ્યા બાલને બોલિવૂડ ઠિકાનાને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે માધુરી દીક્ષિતના ગીત ‘એક દો તીનપ’ જોયા બાદ તેને ફેન થઇ ગઇ હતી. ત્યારથી જ તેણે એક્ટિંગની દુનિયામાં કરિયર બનાવવાનો નિર્ણય લીધો હતો અને તે બાદ જ તેણે ઇન્ડસ્ટ્રીમાં આવવાનો નિર્ણય લીધો હતો.SS1MS