Western Times News

Gujarati News

સોનાની સૌથી મોટી ચોરીમાં માત્ર એક કિલો જ ઝડપાયુ

પ્રતિકાત્મક

એર કેનેડાના ભૂતપૂર્વ મેનેજરનો પણ સમાવેશ થાય છે, મેનેજરે ચોરી બાદ પોલીસ કાર્ગો સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું

નવીદિલ્હી, કેનેડિયન અને યુએસ પોલીસે ગયા વર્ષે એર કેનેડાની કાર્ગો ફેસિલિટીમાંથી સોના અને વિદેશી ચલણની ચોરીના સંબંધમાં લોકોની ધરપકડ કરી છે અને અન્ય ત્રણની શોધ કરી રહી છે.

ધરપકડ કરાયેલા લોકોમાંથી એક યુએસએના પેન્સિલવેનિયામાં પકડાયો છે અને તે યુએસ પોલીસની કસ્ટડીમાં છે. કેનેડામાં ધરપકડ કરાયેલા પાંચ લોકોને હાલમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. તેને કેનેડાના ઇતિહાસમાં સોનાની સૌથી મોટી ચોરી તરીકે વર્ણવવામાં આવી હતી.

કેનેડિયન પોલીસ દ્વારા ચાર્જ કરવામાં આવેલા લોકોમાં એર કેનેડાના કર્મચારીનો સમાવેશ થાય છે જેને કાર્ગોની ચોરી કરવા માટે એરવે બિલ બનાવ્યા હતા. એર કેનેડાના ભૂતપૂર્વ મેનેજરનો પણ સમાવેશ થાય છે. આ મેનેજરે ચોરી બાદ પોલીસ કાર્ગો સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું. આ કાર્ગો એપ્રિલ ૨૦૨૩માં ઝ્યુરિચથી ટોરોન્ટો પહોંચ્યો હતો. આ કાર્ગોમાં ૪૧૯ કિલો વજનની ૬,૬૦૦ સોનાની લગડીઓ સામેલ હતી.

પોલીસે આરોપીઓ સામે ૧૯ થી વધુ આરોપો લગાવ્યા છે. તેમોની પાસેથી એક કિલો સોનું અને ૩૪ હજાર કેનેડિયન ડોલર મળી આવ્યા હતા. પોલીસનું કહેવું છે કે ચોરાયેલું સોનું ઓગાળીને અન્ય કોઈ વસ્તુમાં તૈયાર કરવામાં આવ્યું હોઈ શકે છે, તેથી તેને ટ્રેક કરવું મુશ્કેલ બન્યું છે. પોલીસે અમેરિકામાં પકડાયેલા આરોપીઓ પાસેથી ૬૫ હથિયારો જપ્ત કર્યા છે અને આરોપ લગાવ્યો છે કે તે ચોરીના પૈસાથી ખરીદવામાં આવ્યા હતા.

કેનેડાના પોલીસ અધિકારી માઈક માવિટીએ જણાવ્યું કે, ૫૪ વર્ષીય એર કેનેડાના કર્મચારી પરમપાલ સિદ્ધુ, બ્રેમ્પટનના રહેવાસી, ૩૭ વર્ષીય જ્વેલરી સ્ટોરના માલિક અલી રાજા, ટોરોન્ટોના રહેવાસી, ૪૦ વર્ષીય અમિત જલોટા, ઓકવિલના રહેવાસી, ૪૩ વર્ષીય. – જ્યોર્જટાઉનના રહેવાસી અમદ ચૌધરી અને બ્રેમ્પટનના રહેવાસી ૩૫ વર્ષીય પ્રસાદની ધરપકડ કરાયેલા લોકોમાં સમાવેશ થાય છે.

જ્યારે ફેસિલિટીમાંથી સોનાનો કાર્ગો ઉપાડનાર ટ્રક ડ્રાઈવર, બ્રેમ્પટનનો ૨૫ વર્ષીય ડ્યુરાન્ટે કિંગ-મેકલિન, હાલમાં શસ્ત્રો રાખવા અને દાણચોરીના આરોપસર યુએસ પોલીસની કસ્ટડીમાં છે.

કેનેડિયન પોલીસ હાલમાં બ્રેમ્પટનના રહેવાસી ૩૧ વર્ષીય સિમરન પ્રીત પાનેસર અને એર કેનેડાના ભૂતપૂર્વ મેનેજર, બ્રેમ્પટનના રહેવાસી ૩૬ વર્ષીય અર્ચિત ગ્રોવર અને મિસીસોગાના રહેવાસી ૪૨ વર્ષીય અરસલાન ચૌધરીને શોધી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.