Western Times News

Gujarati News

“પુષ્પા ૨” ના સેટેલાઇટ રાઈટ્‌સ નેટફ્લિકસે 275 કરોડમાં ખરીદ્યા

“પુષ્પા-૨ ધ રુલ” ફિલ્મ રિલીઝ પહેલા જ કરોડોની કમાણી કરી રહી છે

મુંબઈ, આગામી દિવસોમાં રિલીઝ થનારી ફિલ્મ પુષ્પા ૨ ધ રુલ રિલીઝ થતા પહેલા જ કરોડોની કમાણી કરી રહી છે. અલ્લુ અર્જુનની મોસ્ટ અવેટેડ ફિલ્મ પુષ્પા ૨ ધ રુલ નું ટીઝર રિલીઝ થઈ ગયું છે પુષ્પા ૨ ના અલ્લુ અર્જુનના ટૂંકા ટીઝરએ યુટ્યુબ પર એવી ધૂમ મચાવી છે કે ફિલ્મ ના રિલીઝ પહેલાં જ ર્ંં પ્લેટફોર્મની લાઈનો લાગી છે

સુકુમાર નિર્દેશિત પુષ્પા ૨ ફિલ્મનું બજેટ અંદાજે ૫૦૦ કરોડ રૂપિયા જેટલું છે આ ફિલ્મ સ્વતંત્રતા દિવસે રિલીઝ થઈ રહી છે પરંતુ રિલીઝ થતા પહેલા ફિલ્મ ના સેટેલાઇટ રાઇટ્‌સ ને લઈ ર્ંં ની લાઈનો જોવા મળી રહી છે ઉલ્લેખનીય છે કે ફિલ્મ પુષ્પા ૨ ના સેટેલાઇટ રાઈટ્‌સ નેટફ્લિકસ એ રૂપિયા ૨૭૫ કરોડમાં ખરીદ્યા છે અને આ કિંમત માત્ર બેઝ પ્રાઈઝ છે જો ફિલ્મ મેગા હિટ સાબિત થશે તો તેની કિંમત રૂપિયા ૩૦૦ કરોડે પોહચી શકે છે . Netflix buys satellite rights of Pushpa 2 for Rs 275 crore

ઉલ્લેખનીય છે કે ફિલ્મ ના ટીઝર પરથી અનુમાન લગાવી શકાય છે કે ફિલ્મ પુષ્પા ૨ ધ રુલ આ વર્ષ ની સૌથી મોટી ફિલ્મોમાંથી એક છે.આ ફિલ્મ ૨૦૨૪ માં કમાણી નો ઇતિહાસ પણ રચી શકે છે. ફિલ્મ પુષ્પા ૨ ને લઈ મેકર્સ અલગ અલગ ર્ંં પ્લેટફોર્મ સાથે ડીલ કરી રહ્યું છે મહત્વનું છે કે ગયા વર્ષમાં ઇઇઇ ફિલ્મ ના સેટેલાઇટ રાઇટ્‌સ રૂપિયા ૧૭૦ કરોડમાં ખરીદવામાં આવ્યા હતા

જે રેકોર્ડ બ્રેક રકમ થતી પરંતુ તેનો રેકોર્ડ ફિલ્મ પુષ્પા ૨ ધ રુલ એ બ્રેક કર્યો છે .તમને જણાવી દઈ એ કે આ ફિલ્મમાં પુષ્પા રાજનો રોલ કરનાર અલ્લુ અર્જુન માતંગી અવતારમાં જોવા મળવાના છે ફિલ્મના હિન્દી સેટેલાઇટ રાઇટ્‌સ ્‌- જીિૈજ કંપની પાસે છે જો કે અલ્લુ અર્જુન અને રÂશ્મકા મંદાના ની ફિલ્મ પુષ્પા ૨ ધ રુલ રિલીઝ થઈ રહી છે તે દિવસે રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેન પણ રિલીઝ થઈ રહી છે જે એક મલ્ટી સ્ટાર ફિલ્મ છે જેમાં અજય દેવગણ, રણવીર સિંહ અને કરીના કપૂર સહિત ના ઘણા સ્ટાર્સ પણ છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.