૨૧ મહિનાની બાળકી પર હેવાનીયત ગુજારનારને અંતિમ શ્વાસ સુધી કેદ
પોક્સો કોર્ટે આરોપીને સમગ્ર જીવનકાળ સુધી જેલમાં રાખવા આદેશ કર્યાે
ઘટના સમયે રોષે ભરાયેલા લોકો સામે આરોપીએ હાથ જોડી ગુનાની કબૂલાત કરી લેતા તેને વાડજ પોલીસને સોંપવામાં આવ્યો હતો
અમદાવાદ,નિર્ણયનગરમાં પીએસપી કંપનીની લેબર કોલોનીમાં ૧ વર્ષ અને ૯ માસની બાળકી પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં સ્પે. પોક્સો જજ મધુર પી. મહેતાએ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે ૩૪ વર્ષીય નરાધમ આરોપી જય પંચનન હલદરને કસૂરવાર ઠેરવીને તે જીવે ત્યાં સુધી (સમગ્ર કુદરતી જીવનકાળ સુધી) જેલવાસનો આદેશ કર્યાે છે. ઉપરાંત, અદાલતે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટીને પીડીત બાળકીના પરિવારને. ૧૦ લાખ વળતર ચૂકવવા હુકમ કર્યાે છે.
આ લોહિયાળ અને હૃદયદ્રાવક ઘટના ૧૨ ફેબ્›આરી, ૨૦૨૪ના રોજ બપોરે દોઢ વાગ્યાની આસપાસ નિર્ણયનગરની લેબર કોલોનીમાં બની હતી. બાળકીના શ્રમિક માતા-પિતા મજૂરી કામે ગયા હતા, ત્યારે આ જ કોલોનીના રૂમ નં. એમ-૪ માં રહેતા આરોપી જય પંચનને બાળકીની એકલતા જોઈ તેને બિસ્કિટની લાલચ આપી પોતાની ઓરડીમાં બોલાવી લીધી હતી. નરાધમે બાળકી પર પાશવી અત્યાચાર ગુજાર્યાે હતો. ઘટના બાદ માસૂમ બાળકી ગંભીર ઇજાઓ સાથે લોહીલુહાણ હાલતમાં રૂમ નં. એમ-૫ ના દરવાજા પાસે બેભાન અવસ્થામાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી.
કોલોનીના અન્ય સાક્ષીએ આરોપી અને બાળકીને રૂમમાંથી બહાર નીકળતા જોયા હોવાથી, સ્થાનિક લોકોના ટોળાએ આરોપીને ઘટનાસ્થળે જ ઝડપી લીધો હતો. રોષે ભરાયેલા લોકો સામે આરોપીએ હાથ જોડી ગુનાની કબૂલાત કરી લીધી હતી અને ત્યારબાદ તેને વાડજ પોલીસને સોંપવામાં આવ્યો હતો.સરકાર પક્ષે મુખ્ય સરકારી વકીલ ડી.પી. પઢીયારે ધારદાર રજૂઆતો કરી હતી.
તેમણે અદાલત સમક્ષ ૧૯ મહત્ત્વના સાક્ષીઓની જુબાની અને ૬૦થી વધુ દસ્તાવેજી પુરાવા રજૂ કરીને કેસ શંકાથી પર સાબિત કર્યાે હતો. સોલા સિવિલ હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ અને ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની તબીબી જુબાની, એફએસએલનો પોઝિટિવ ડી.એન.એ. ટેસ્ટ રિપોર્ટ અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ યોજાયેલી ઓળખ પરેડમાં સાક્ષીએ આરોપીને ઓળખી બતાવ્યો હોવાના પુરાવા કોર્ટમાં નિર્ણાયક સાબિત થયા હતા.
સરકાર પક્ષ તરફથી આ કેસ ક્‰રતાની પરાકાષ્ઠા સમાન હોવાથી તેને ‘રેરેસ્ટ ઓફ રેર’ ગણીને આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી.સ્પેશિયલ કોર્ટે ચુકાદામાં અત્યંત આકરી નોંધ કરી હતી કે, “આટલી નાની ઉંમરની બાળકી જેને હજી કોઈ સમજ કે વાચા પણ નથી આવી, તેની એકલતાનો નિર્લજ્જ ગેરલાભ લઈ આરોપીએ હેવાનિયત દાખવી છે. રાક્ષસ બનીને માસૂમ બાળકીને પીખી નાખવામાં આવી છે. આવા ઘૃણાસ્પદ ગુનાને સહેજ પણ હળવાશથી લઈ શકાય નહીં. સમાજમાં કડક દાખલો બેસાડવા અને ન્યાયહિત જાળવવા માટે આરોપીને મહત્તમ સજા કરવી અનિવાર્ય છે.”SS1
