Western Times News

Gujarati News

યુરોપમાં ગરમીથી ટ્રામના ટ્રેક પણ વળી ગયા, રોડ પીગળ્યા !

કારના પ્લાસ્ટિક પેઇન્ટ, ટાયરો ઓગળ્યા !

સુરજના તાપથી તપેલા પેનમાં ઇંડા ફોડીને હાફ ફ્રાય બનાવતા લોકોના વીડિયો વાયરલ

પેરિસ,યુરોપમાં ગરમી તમામ પ્રકારના રેકોર્ડ તોડી રહી છે, હાલ પરિસ્થિતિ એટલી કફોડી છે કે ડામરના રોડ પીગળી રહ્યા છે, ટ્રામના ટ્રેક બેન્ડ જવા લાગ્યા છે જેથી વાહન વ્યવહાર ઠપ થવા લાગ્યો છે. હાલમાં હજારો લોકો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે જ્યારે ૧૩૦૦થી વધુના હીટવેવ, ગરમીથી મોત નિપજ્યા છે.વિશ્વ આરોગ્ય સંસ્થાના એક રિપોર્ટમાં મૃતકો અંગે માહિતી આપવામાં આવી છે, જે મુજબ જે ૧૩૦૦થી વધુ લોકો માર્યા ગયા તેમાં અનેક બાળકોનો પણ સમાવેશ થાય છે, બાળકો લોક કરાયેલી કારમાં માર્યા ગયા છે જ્યારે ગરમીથી રાહત મેળવવા પાણીમાં પડવાથી અનેક યુવાનો માર્યા ગયા છે.

પેરિસમાં શબઘરોમાં મોટી સંખ્યામાં મૃતદેહો પડયા છે, અને સુવિધા વધારવી પડી રહી છે. જર્મનીનું તાપમાન ૪૧ ડિગ્રીને પાર જતું રહ્યું છે. સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાઇરલ થઇ રહ્યા છે, જેમાં કેટલાક લોકો ભારે તાપમા તપી ગયેલા વાસણોમાં હાફ ફ્રાય બનાવતા જોવા મળ્યા હતા. કેટલાક વીડિયોમાં વાહનોના ટાયરો પીગળી જતા, કારમાં લગાવેલા પ્લાસ્ટિક પેઇન્ટ, જાહેરમાં રાખવામાં આવેલી પ્લાસ્ટિકની કચરા પેટીઓ પીગળવા લાગી છે. એક વીડિયોમાં કેળા આપમેળે જ તેની છાળ છોડીને નીચે પડતા જોવા મળ્યા હતા.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.