Western Times News

Gujarati News

વડોદરા – અમદાવાદ વચ્ચે ગેરકાયદે બેફામ દોડતા શટલ વાહનો પર લગામ કયારે આવશે !

વડોદરા, ંવડોદરા અને અમદાવાદ વચ્ચે ગેરકાયદે શટલ વાહનો દોડી રહ્યા છે. વડોદરાના અમિતનગર, ઉર્મિ સર્કલ અને દુમાડ ચોકડી પાસે આ ગેરકાયદે દોડતા શટલ વાહનોનો અડ્ડો બની ગયા છે.

ભ્રષ્ટાચારી પોલીસ અને આરટીઓ અધિકારીઓની મહેરબાનીથી ધમધમતા ગેરકાયદે ધંધા સામે તમામ મુકપ્રેક્ષક બની ગયા છે. કાયદાની પરવા કર્યા વિના મુસાફરોને ખીચોખીચ ભરીને વડોદરાથી અમદાવાદ લઈ જતાં માથાભારે વાહન ચાલકોની સામે પોલીસ ચૂપકીદી સાધતા હોવાથી અનેક વખત બબાલ થઈ ચૂકી છે.

વડોદરાના કારેલીબાગ અમિતનગર સર્કલ પાસે તો થોડા વર્ષો અગાઉ એક વિદ્યાર્થિનીનું બસની અડફેટે મોત નિપજ્યું હતું. દુમાડ ચોકડી પાસે વાહન ચાલકોએ પોલીસ પર હુમલો પણ કર્યો હોવાની ઘટના બની હતી. આ ઘટના બાદ ત્યાંથી બસ સ્ટેન્ડ ખસેડવામાં આવ્યું હતું. આ બસ સ્ટેન્ડ ખસેડવામાં આવ્યા બાદ ગેરકાયદે મુસાફરોની હેરાફેરી કરતાં વાહનચાલકોને મોકળું મેદાન મળી ગયું છે.

આ ત્રણેય સ્થળ પર કેમેરા ન હોવા છતાં પણ કોઈ પગલાં ભરવામાં આવતા ન હોવાથી બૂમો ઉઠી છે. આ ઉપરાંત કોરોના વચ્ચે શટલ વાહનોમાં બેદરકારી જોવા મળી રહી છે. ખાસ કરીને વડોદરા-અમદાવાદ વચ્ચે એક્સપ્રેસ હાઈવે પર ચાલી રહેલા શટલ સર્વિસમાં બેદરકારી જોવા મળી રહી છે. શટલ વાહનોમાં મુસાફરોને ખીચોખીચ બેસાડવામાં આવી રહ્યા છે. પોલીસની નજર સામે ઘટના બનતી હોવા છતાંયે ટ્રાફિક પોલીસ મુકપ્રેક્ષક બનીને જોઈ રહી છે.

ગેરકાયદે દોડતા વાહનોથી એસટીને વર્ષે કરોડોનો ફટકો -વડોદરાના અમિતનગર સર્કલથી એકસપ્રેસ હાઈવે થઈને અમદાવાદનો ફેરા મારતી ઈકો ગાડીઓ દ્વારા ગેરકાયદેસર રીતે મુસાફરોને પરિવહન કરવાનો ધંધો બેરોકટોક ચાલી રહ્યો છે.

રોજના અંદાજિતચ સૌથી વધુ વાહનો વડોદરા-અમદાવાદ સરેરાશ ચાર ફેરા મારે છે. સૌથી વધુ ઈકો કારના ગેરકાયદે ફેરાથી એસટીને વર્ષે દહાડે કરોડોનો ફટકો પડી રહ્યો છે. જેની સામે તંત્ર ભેદી મૌન સેવી રહ્યું છે. કોઈ જ નક્કર પગલાં લેવામાં નથી આવતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.