Western Times News

Gujarati News

અભયમ ટીમે સગીરાને આત્મહત્યાના વિચારમાંથી મુક્ત કરી

વેરાવળ, ગીર-સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા પંથકના એક ગામમાંથી ૧૮૧ મહિલા હેલ્પલાઈનમાં ફોન આવ્યો કે હું એક સગીર દીકરીનો પિતા વાત કરું. મારી દીકરી સગીર છે તેનો અભ્યાસ ચાલુ છે. ધોરણ ૧૧માં અભ્યાસ કરે છે. તેને એક યુવક સાથે પ્રેમ સંબંધ હોય તેની જાણ એક પિતા તરીકેમને થતચાં મારી દીકરીને સમજાવવાની કોશિશ કરી અને આગળ ભણવા માટે કહ્યું.

પરંતુ દીકરી ના માની અને લગ્ન તો તેના પ્રેમી સાથે જ કરવાનું કહી મરી જવાની ધમકી આપે છે તેવા વિચાર કરે છે. પીડિતાના પિતાએ તેમની દીકરીને સમજાવવા ૧૮૧ની મદદ લીધી. જેથી ફરજ પર હાજર રહેલ કાઉÂન્સલર મનિષા ધોળીયા, કોન્સ્ટેબલ કૃપલબેન ઝણકાળ સ્થળ પર તાત્કાલિક પહોંચી ગયા.

દીકરીએ કહ્યું કે હું ૧૭ વર્ષની છું. મને મારા ગામના એક યુવક સાથે પ્રેમ થઈ ગયો છે. ઘણા સમયથી પ્રેમસંબંધ હોવાથી મારે તેની સાથે લગ્ન કરવા હતા. મારા પિતાને મારા પ્રેમસંબંધની ખબર પડતાં તે યુવક મને સ્વીકારવાની ના પાડી દીધી. મારે હવે જીવવું નથી. મને હવે જીવવાની કોઈ ઈચ્છા નથી. મારી લાગણીનો વિશ્વાસઘાત થયો છે મને મરવાના જ વિચાર આવે છે. આગળ પણ મરવાની કોશિશ કરી હતી.

૧૮૧ની ટીમે મનુષ્ય જીવનનું મહત્ત્વ સમજાવ્યું આત્મહત્યા કરવી એ પાપ છે. કાયદાકીય રીતે જોઈએ તો ગુનો છે. જિંદગીમાં હજી ઘણું બધું કરવાનું છે. અધવચ્ચે છોડેલો અભ્યાસ પૂરો કરી પગભર બનવાનું છે તેમ કહી આત્મવિશ્વાસ પૂરો પાડયો. આખરે મરવાના વિચાર કરતી દીકરી કંઈક બનવાની ઈચ્છા રાખવા તૈયાર થઈ. અભયમ ટીમનું કાઉÂન્સલિંગ સફળ થયું. પ્રેમીના પ્રેમને ભૂલી આત્મહત્યા કરવાના વિચારમાંથી મુક્ત કરી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.