Western Times News

Gujarati News

રીક્ષા ગેંગે યુવાન ઉપર સશસ્ત્ર હુમલો કરી લુંટ ચલાવી

લોહીલુહાણ હાલતમાં રીક્ષામાંથી બહાર ફેંકી દેવાયોઃ હિંમત કરી યુવાન મામાને ફોન કરી બોલાવી હોસ્પિટલ  પહોંચ્યો

અમદાવાદ: ગુજરાતનું આર્થિક રાજધાની ગણાતું અમદાવાદ શહેર હવે રાજ્યનું ક્રાઈમનું પાટનગર પણ બનવાં જઈ રહ્યું છે. શહેરમાં રોજેરોજ લુંટ, ચોરી, ચીલઝડપ અને મારામારી જેવી ઘટનાઓ બની રહી છે. અને પોલીસ આરોપીઓ સુધી પહોંચવામાં નિષ્ફળ રહી છે. ચોવીસ કલાક પેટ્રોલિંગનાં દાવા કરતી પોલીસનાં ગાલે તમાચો મારતાં હોય એમ ગુનેગારો બેફામ રીતે ગંભીર ગુનાઓને અંજામ આપી રહ્યાં છે.


આ ઘટનાઓ દિવસેને દિવસે વધતી જઈ રહી છે. ખાસ કરીને લુંટનાં બનાવોની સંખ્યા તેજ ગતિએ વધી રહી છે. લુંટની સાથે સાથે ગુનેગારો નાગરીકો ઉપર હિંસક હુમલા પણ કરી રહ્યાં છે. વારંવાર રીક્ષા ગેંગ દ્વારા પોલીસ જાણે હાથ પર હાથ મુકી બેસી રહી હોય તેમ લાગે છે.

આ સ્થિતિમાં ઈસનપુરમાં બ્રીજ (Isanpur Bridge, Ahmedabad, Gujarat) પરથી વહેલી સવારે જઈ રહેલાં યુવાનને અંધારી ગલીમાં લઈ જઈ તેને લુંટી લેવાયો હતો. લુંટારૂઓએ કિંમતી માલમત્તા પડાવવા છતાં યુવાન ઉપર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી તેને જાનથી મારી નાંખવાનો પ્રયાસ કર્યાે હતો. જા કે સ્વબચાવનો પ્રયત્ન કરતાં લુંટારૂઓ તેને રીક્ષામાંથી ધક્કો મારી ભાગી ગયા હતાં.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે જયદીપ જયસુખભાઈ નનેરા મોની હોટેલ(Jaydip Jaysukhbhai Nanera, Nr. Moni Hotel)  નજીક આવેલી એક સોસાયટીમાં ઈસનપુર ખાતે રહે છે. ૨૫ વર્ષીય જયદીપ પાલડી ખાતે આવેલી સી.એ.ની ઓફીસમાં નોકરી કરે છે. બુધવારે વહેલી સવારે જયદીપને ગીતામંદિર જવાનું હોઈ પાડોશીની મોટર સાયકલ પાછળ બેસીને ઈસનપુર ચાર રસ્તા આવ્યો હતો.

જ્યાંથી ચાલતાં ચાલતાં ઈસનપુર બ્રીજ તરફ જતો હતો એ સમયે પરોઢીયે પોણા પાંચ વાગ્યે એક રીક્ષા ચાલકે તેને અટકાવી ક્યાં જવું છે ? પૂછતાં જયદીપ ગીતામંદિર જવું છે તેમ કહી બેસી ગયો હતો. રીક્ષામાં અગાઉથી જ બે શખ્સો બેઠેલાં હતા. ગીતામંદિરનાં બદલે રીક્ષા ગોવિંદવાડી તરફ વાળતાં જયદીપે તેમને ગાડી અટકાવવા કહ્યું હતું. ત્યાં સુધીમાં રીક્ષા ચાલક એક અંધારી અવાવરું જગ્યાએ રીક્ષા લઈ ગયો હતો.

જ્યાં તેની બાજુમાં બેઠેલાં બે શખ્સોએ છરી કાઢીને તેનાં હાથ ઊપર મારતાં બંને હાથમાંથી લોહી ઝરવા લાગ્યું હતું. અને બાદમાં જયદીપને જે હોય એ બધુ આપી દેવા જણાવ્યું હતું. જયદીપ કંઈ કરે એ પહેલાં જ લુંટારૂએ તેનાં ગળા ઉપર ધારદાર છરી વડે હુમલો કર્યાે હતો. જા કે તે ખસી જતાં છરી કાન અને ગાળ ઊપર વાગી હતી. બાદમાં જયદીપને બંને શખ્સોએ માર મારી તેનું પર્સ, રોકડા રૂપિયા અને મોબાઈલ ફોનની લુંટ ચલાવી હતી. જયદીપે પ્રતિકાર કરવા જતાં ખતરનાક ગુનેગારોએ તેને ચાલુ રીક્ષામાંથી ધક્કો મારી નીચે ફેંકી દેતાં તે વધુ ઈજાગ્રસ્ત થયો હતો.

બાદમાં રીક્ષાચાલક અને તેનાં લુંટારૂ સાગરીતો અંધારામાં ઓઝલ થઈ ગયા હતાં. જ્યારે લોહીલુહાણ હાલતમાં જયદીપ ચાલતો ચાલતો થોડે આગળ ગયો હતો. તેને જાઈને એક સોસાયટીનો સિક્યુરીટી ગાર્ડ પણ ચોંકી ઊઠ્યો હતો અને જયદીપની મદદે આવ્યો હતો. જયદીપે આ ગાર્ડનાં ફોનમાંથી પોતાનાં મામા વિઠ્ઠલભાઈને સમગ્ર ઘટનાની વાત કરતાં મામા પણ ચોંકી ગયા હતા. અને તુરંત જ તેની મદદ ઈસનપુર પહોંચ્યા હતા. જ્યાં ૧૦૮ બોલાવીને જયદીપને ગંભીર હાલતમાં એલ.જી.હોસ્પિટલ  ખાતે ખસેડ્યો હતો.

પોલીસને ઘટનાની જાણ થતાં તે પણ હોસ્પિટલમાં  પહોંચી ગઈ હતી. જ્યાંથી જયદીપની ફરીયાદ લીધી હતી. સમગ્ર ઘટનાની વિગતો સાંભળી તમામ હાજર લોકો ચોંકી ઊઠ્યા હતા. પોલીસે ઘટના સ્થળની આસપાસનાં સીસીટીવી ફુટેજ મેળવીને હુમલાખોર લુંટારૂઓની ઓળખ કરી તેમને ઝડપી લેવાં કાર્યવાહી આદરી છે. ઘટનાની જાણ થતાં ગોવિંદવાડી વિસ્તારમાં પણ ચકચાર ફેલાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં અવારનવાર આવી ઘટનાઓ બનતાં નાગરીકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. રીક્ષામાં લુંટ કરતી ગેંગ મોટેભાગે એકલ-દોકલ વ્યક્તિઓને પોતાનાં નિશાના પર રાખે છે. અને અંધારા કે અવાવરું જેવી જગ્યાએ લઈ જઈ તેમની ઊપર હિચકારા હિંસક હુમલો કરી લુંટી લેતાં હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.