‘દે દે પ્યાર દે ૨’માં અજયને સાથ આપશે અનિલ કપૂર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/04/Ajay-Anil-1024x576.jpg)
મુંબઈ, અજય દેવગન એક્શનની સાથે રોમેન્ટિક અને કોમેડી ફિલ્મો પણ કરતા રહે છે. સિરિયસ રોલ ધરાવતી સ્પોટ્ર્સ ડ્રામા ‘મૈદાન’ અને હોરર થ્રિલર ‘શૈતાન’માં પણ અજયનો નવો અંદાજ જોવા મળ્યો હતો. અજય દેવગનની આગામી ફિલ્મ દે દે પ્યાર દે ની સીક્વલ છે.
આ ફિલ્મમાં અજય દેવગન અને રકુલ પ્રીત સિંહના રોલ યથાવત રખાયા બાદ હવે કાસ્ટમાં અનિલ કપૂરનો સમાવેશ થયો છે. ૨૦૧૯ના વર્ષમાં રિલીઝ થયેલી ‘દે દે પ્યાર દે’માં અજય દેવગન અને રકુલ પ્રીત સિંહની લવ સ્ટોરી હતી. ૨૬ વર્ષની રકુલ પ્રીતને તેના પિતાની ઉંમરના અજય દેવગન સાથે પ્રેમ થયો હતો.
રોમાન્સની સાથે કોમેડી ધરાવતી આ ફિલ્મ બોક્સઓફિસ પર હિટ રહી હતી. ફિલ્મના અંતમાં અઝય દેવગને પોતાના પરિવાર સાથે રકુલની મુલાકાત કરાવી હતી અને તેઓ લગ્ન માટે સંમત થયા હતા. કન્યા પક્ષનું રીએક્શન પહેલી ફિલ્મમાં દર્શાવાયું ન હતું.
તેથી સીક્વલમાં આ ઘટના રજૂ થાય તેવી શક્યતા છે. ‘દે દે પ્યાર દે’ના પહેલા પાર્ટમાં આશિષ અને આયશાના સંબંધોની સાથે એક્સ વાઈફને પણ દર્શાવાઈ હતી. એક્સ વાઈફનો રોલ તબુએ કર્યો હતો. સેકન્ડ પાર્ટમાં આયશાના પરિવારને મહત્ત્વ આપવામાં આવશે, પરંતુ તબુને યથાવત રખાશે કે નહીં તે અંગે સસ્પેન્સ છે. રકુલના પિતાના રોલમાં અનિલ કપૂર જોવા મળે તેવી શક્યતા છે.SS1MS