“કોંગ્રેસના નેતાઓએ કહ્યુંઃ અમારી સરકાર બનાવો અમે ગરીબી દૂર કરીશું પણ ગરીબી દૂર ન કરી”
લોકસભા ચૂંટણીના ભાજપના પ્રચાર અર્થે રાજનાથસિંહ ગુજરાતમાં-કોંગ્રેસ સમાજમાં ભાગલા પાડે છેઃ રાજનાથ સિંહ
(એજન્સી)અમદાવાદ, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે ગુજરાતના એક દિવસના ભાજપના ચૂંટણી પ્રચાર પ્રવાસે છે. સંરક્ષણ મંત્રી અમદાવાદમાં બે અલગ અલગ કાર્યક્રમો, આણંદ અને ભાવનગરમાં સંવાદ અને પ્રચાર સભાઓ કરી છે. તેવામાં આણંદના ખંભાતમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા
અને કહ્યું હતું કે, પંડિત નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, મનમોહન સિંહ કહેતા અમારી સરકાર બનાવો અમે ગરીબી દૂર કરીશું પણ કોઈએ ગરીબી દૂર ન કરી. એ કામ ભાજપે કર્યું.
આણંદના ખંભાતમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, આજે ભારતનો દુનિયામાં ડંકો વાગે છે. પહેલા ભારતીય અર્થતંત્ર ૧૧માં નંબરે હતી તે ૮ વર્ષમાં ૫માં નંબરે પહોંચી ગયું છે. ૨૦૨૭ સુધીમાં ભારત અમેરિકા, ચીન બાદ ત્રીજા નંબરે પહોંચી ગયું અને ૨૦૪૭ સુધીમાં ભારત વિકસિત ભારત હશે.
આ સાથે કોંગ્રેસ પર પ્રહાર કરતા રાજનાથ સિંહે કહ્યું હતું કે, પંડિત નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, મનમોહન સિંહ કહેતા અમારી સરકાર બનાવો અમે ગરીબી દૂર કરીશું
પણ કોઈએ ગરીબી દૂર ન કરી. એ કામ ભાજપ સરકારે કર્યું છે. પાર્ટીમાં કોઈ વ્યક્તિ ખોટો હોઈ શકે પણ પાર્ટી ક્યારેય ખોટી નથી. અમારી કથની અને કરણીમાં કોઈ અંતર નથી. દેશમાં તીન તલાક દૂર કરવાની અમે વાતો કરતા ત્યારે અમારા પર સાંપ્રદાયિકતાના આરોપ લાગતા. પણ દરેક ધર્મના લોકો અમારા માટે પરિવાર છે. પાડોશી દેશોને ખબર પડી ગઈ છે કે ભારત આ પાર પણ મારી શકે અને સરહદની પેલે પાર જઈને પણ મારી શકે છે.
રાહુલ ગાંધી પર રાજનાથ સિંહે નિશાન સાધતા કહ્યું હતું કે, હું રાહુલ ગાંધીને કહેવા માંગુ છુ કે અમારા રાજા મહારાજાઓએ રજવાડાઓનો વિલય કરી દીધો હતો. કોંગ્રેસની રાજનીતિ સમાજોને વહેંચવાની.
અમદાવાદમાં રાજનાથસિંહે અલગ-અલગ મુદ્દાઓ પર પ્રેસ કરી હતી,અને લોકોને વડાપ્રધાન મોદીના કરેલા કામોને લઈ ચિતાર આપ્યો હતો.રાજનાથસિંહે કહ્યું કે ભારત કયારે ઝુકયુ નથી અને ઝુકશે પણ નહી.