ભરૂચના મનુબર પાસેથી બ્રાન્ડેડ કંપનીનું ડુપ્લીકેટ ખાદ્યતેલ ઝડપાયું
ભરુચ, ભરુચના મનુબર ચાર રસ્તા પાસે આવેલ રેહમત ટ્રેડર્સ કરીયાણાની દુકાનમાંથી બ્રાન્ડેડ કંપનીનો ડુપ્લીકેટ ખાદ્ય તેલના ડબ્બા સાથે પોલીસે એક ઈસમને ૪૫ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
ભરૂચ જીલ્લા પોલીસ વડા અને ડી.વાય.એસ.પી દ્વારા ખાણી-પીણીના ડુપ્લીકેટ બ્રાન્ડનો ઉપયોગ કરી લોકો સાથે છેંતરપીંડી કરનાર વિરૂધ્ધ કાર્યવાહી કરવા આપેલ સૂચનાને આધારે બી ડિવિઝન પોલીસ મથકના પી.આઈ.ના માર્ગ દર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમા હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચના મનુબર ચાર રસ્તા પાસે આવેલ ઓચિંટ શોપીંગ સ્થિત રેહમત ટ્રેડર્સ ખાતે દુકાનના માલીક હુસેન હનીફ મેમણ ડુપ્લીકેટ લેબલવાળુ તેલ બજારમાં વેચાણ કરે છે.
જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી એન.કે.પ્રોટીન્સ પ્રાઇવેટ લીમીટેડ તિરૂપતિ કપાસીયા તેલના કુલ-૨૫ ડબ્બા ઉપર લેબલ અને બુચની કોપી કરી ડુપ્લીકેટ લેબલ વાળુ તેલ બજારમાં વેચાણ કરતા મળી આવ્યું હતું પોલીસે ૪૫ હજારનો મુદ્દામાલ કબ્જે કરી પાલેજની અંકુર સોસાયટીમાં રહેતો હુસેન હનીફ મેમણની આઇ.પી.સી. એક્ટની સંલગ્ન કલમો મુજબ ગુનો નોંધી તેને ઝડપી પાડ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ફૂડ એંડ ડ્રગ્સ વિભાગ સહિતના વિભાગોની કામગીરી નિરાશાજનક હોવાથી કેટલાક વેપારીઓ ડુપ્લિકેટ ચીજ વસ્તુઆૅનું વેચાણ કરતાં હોવાની બૂમો ઉઠી છે. ત્યારે આવા તત્વો સામે તંત્ર યોગ્ય પગલાં ભરે તે અત્યંત જરૂરી છે.SS1MS