પેસેન્જરના સ્વાંગમાં રિક્ષામાં ચોરી કરતી ગેંગની બે મહિલા ઝડપાઈ
અમદાવાદ, વટવા જીઆઈડીસી પોલીસે એક વર્ષ અગાઉ નોંધાયેલા કેસના ફરાર બે મહિલા આરોપી મીનાક્ષીબેન માવજીભાઈ મકવાણા (ઉ.વ.૩૯) તથા પુનમબેન સતિષભાઈ દવે (ઉવ.૩૫)ની ધરપકડ કરી છે.
બે મહિલા અને બે પુરુષો એમ ચાર વ્યક્તિઓની ટોળકી પૂર્વ અમદાવાદમાં રિક્ષામાં ફરતી હતી અને ગત વર્ષે જશોદાનગર ચાર રસ્તા પાસેથી એક મહિલા તેના દીકરા સાથે રિક્ષામાં બેઠી ત્યારબાદ તેની નજર ચૂકવીને મહિલાના પર્સમાં રહેલી રોકડ રકમ તથા દાગીનાની ચોરી કરી લીધી હતી.
બાદમાં રિક્ષાચાલકે અમારે બીજે જવાનું છે તેમ કહીને મહિલાને રિક્ષામાંથી નીચે ઉતારી દીધી હતી. આ દરમિયાન મહિલાનું ધ્યાન તેના પર્સ પર જતા ચેઈન ખુલ્લી હતી અને તેમાં રહેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરાઈ ગઈ હતી.
બાદમાં મહિલાએ આ અંગે વર્ષ ૨૦૨૩માં વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દિલાવર ઉર્ફે કાલીયા હસનભાઈ રાજેશ શેખ (ઉંવ.૪૯ રહે. નવાપુરા પાછળ, વટવા) તથા અફસરખાન ઉર્ફે બાટલી ઝફરખાન અહેમદખાન પઠાણ (ઉવ.૩૯ રહે. આશિયાના પાર્ક, કબ્રસ્તાનની બાજુમાં, નારોલ)ની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો હતો.SS1MS