રાજસ્થાનની યુવતીને નોકરી આપવાના બહાને બોલાવીને હોટલમાં યુવકે બળાત્કાર ગુજાર્યો
અમદાવાદ, રાજસ્થાનના એક ગામમાં રહેતી ૨૫ વર્ષિય અશ્વિની(ઓળખ છુપાવવા નામ બદલ્યું છે)ના લગ્ન રાજસ્થાન ખાતે થયા હતા અને ૩ વર્ષની દીકરી પણ છે. પરંતુ પાંચ મહિનાથી પતિ સાથે મનમેળ ન હોવાથી તે પિયર રહેતી હતી.
બે મહિના પહેલાં અશ્વિનીના મોબાઇલ પર મહાવીરસિંગ મનોહરસિંગ સોલંકીએ ફોન કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, હું રાજસ્થાનનો છું અને અમદાવાદ રહું છું. તને નોકરીની જરૂરિયાત હોય તો અમદાવાદમાં કરાવી આપીશ. ત્યારબાદ બે મહિનાથી મહાવીરસિંગ તેની સાથે વાત કરતો હતો.
આ દરમિયાન ૨૬ એપ્રિલના રોજ અશ્વિની પોતાની મોટી બહેનના ઘરે વસ્ત્રાપુર રહેવા માટે આવી હતી. આ અંગે અશ્વિનીએ મહાવીરસિંગને જાણ કરી હતી. ત્યારબાદ ૨૭મીના રોજ મહાવીરસિંગે સાંજે અશ્વિનીને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, આજે હું ળી છું તમારી નોકરીની વાત કરવી હોય તો રિક્ષા કરી આવી જાવ હું ભાડું ચૂકવી આપીશ.
જેથી અશ્વિની ઉબેરમાં નાના ચિલોડા પેટ્રોલ પંપ પાસે આવી હતી. જ્યાં પહેલાંથી જ મહાવીરસિંગ ગાડીમાં હતા. ત્યારબાદ ગાડીમાં અશ્વિનીને લઇ મહાવીરસિંગ હોટલ લિંકન ઇનમાં ગયો હતો. રૂમમાં બેસાડ્યા બાદ મહાવીરસિંગ કોલ્ડ ડ્રિંક લેવા ગયો હતો અને બે બોટલ લઇ આવ્યો હતો. જેમાં એક બોટલનું ઢાંકણ થોડું ખુલ્લું હતું. તે બોટલ અશ્વિનીને આપી હતી.
જ્યારે બીજી તેને પોતાની પાસે રાખી હતી. કોલ્ડ ડ્રિંગ્સ પીધાના થોડા જ સમયમાં અશ્વિની બેભાન થઇ ગઇ હતી. તે રાત્રે ૩ વાગ્યે જાગી ત્યારે તેના શરીર પર કપડાં ન હતા અને બળાત્કાર થયો હોવાનું તેને જાણવા મળ્યું હતું. જેથી અશ્વિનીએ મહાવીરસિંગને પુચ્છા કરી હતી કે, મારી સાથે કેમ આવું કર્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે, આ વાત કોઇને કરીશ તો જાનથી મારી નાંખીશ.
જેથી અશ્વિની ડરના માર્યે ત્યાંથી નીકળી ગઇ હતી. બીજા દિવસે બનેવી સહિતના લોકોને આ અંગે જાણ કરતા તેને બધાએ હિંમત આપી હતી. આ મામલે અશ્વિનીએ મહાવીરસિંગ સામે બળાત્કાર અને ધમકીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.SS1MS