ફેમિલી એન્ટરટેઈનર ગુજરાતી ફિલ્મ “S2G2- અ રોમેન્ટિક મિશન”નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ
શ્રીનિક આઉટરિચના બેનર હેઠળની ફિલ્મ “S2G2- અ રોમેન્ટિક મિશન”નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ
ફિલ્મ 10મી મેના થઈ રહી છે રિલીઝ- પ્રખ્યાત બૉલીવુડ સિંગર જાવેદ અલીના અવાજમાં સ્વરબદ્ધ સોન્ગમાં કચ્છના મનમોહક દ્રશ્યો જોવા મળશે
અમદાવાદ : શ્રીનિક આઉટરિચના બેનર હેઠળ બનેલ ફન,ફેશન અને એક્શનપેક્ડ ગુજરાતી ફિલ્મ “S2G2- અ રોમેન્ટિક મિશન”નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ફિલ્મની વાત કરીએ તો આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે જેમાં હાસ્ય, એક્શન બધું જ છે. 10મી મે, 2024ના રોજ રિલીઝ થઈ રહેલ આ ફિલ્મ સંપૂર્ણ ફેમિલી એન્ટરટેઈનર સાબિત થશે તે તો નક્કી જ છે.
રાકેશ શાહ દ્વારા દિર્ગદર્શિત આ ફિલ્મ શ્રીનિક આઉટરિચના બેનર હેઠળ વિશાલ ભટ્ટ તથા મિરલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. અન્ય પ્રોડ્યુસર્સમાં મૌલિક પટેલ તથા ધવલ પટેલનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં મૌલિક ચૌહાણ, કથા પટેલ, શ્રેય મારડિયા, પ્રિયલ ભટ્ટ, અર્ચન ત્રિવેદી, કલ્પેશ પટેલ, સ્પંદન કુમાર અને ચંદ્રેશ કેરલીયા જેવાં જાણીતા કલાકારોએ અદભૂત કામગીરી દર્શાવી છે. ફિલ્મનું લેખન કાર્ય મિરલ શાહ દ્વારા કરાયું છે.
S2G2- અ રોમેન્ટિક મિશન ફિલ્મમાં 2 કપલની વાત છે. ફિલ્મના ટ્રેલર લોન્ચની સાથે જ દર્શકોમાં ફિલ્મ અંગે ઉત્સુક્તા ગઈ છે.10મી મેના રોજ રિલીઝ થઈ રહેલ આ ફિલ્મ દર્શકોને ડિલાઈટફુલ રોમેન્ટિક એક્સપિરિયન્સ આપવાનું સંપૂર્ણ વચન આપે છે. ફિલ્મમાં વિવેક (મૌલિક ચૌહાણ દ્વારા અભિનીત) એક ફોટોગ્રાફર છે જે એક મિશન પર નીકળે છે પણ આ મિશન શું અને અને તેને આમ સફળતા મળે છે કે નહિ તે તો આ ફિલ્મ થકી જ જોવું રહ્યું.
ફિલ્મનું મ્યુઝિક જોય મહેતા દ્વારા આપવામાં આવ્યું છે અને જાવેદ અલી અને સંદીપ કુલકર્ણી જેવા ફેમસ બૉલીવુડ પ્લેબેક સિંગરે આ ફિલ્મન આ એક સોન્ગમાં પોતાનો અવાજ આપ્યો છે જેમાં કચ્છના મનમોહક દ્રશ્યો જોવા મળશે. ફિલ્મના ગીતો કિરણ પરિહાર તથા શયામલ મુન્શી દ્વારા લખાયા છે.