એરપોર્ટ ઉપર નવા 22 ચેકઈન કાઉન્ટર અને ૪ એરોબ્રિજ બનશે
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અત્યારે મુસાફરોનો ધસારો સતત વધી રહ્યો છે. તેવામાં આગામી સમયે ઓલિમ્પિકને હોસ્ટ કરી શકાય એવી સંભાવનાઓ જણાઈ રહી છે અને એટલું જ નહીં ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઈટનો ટ્રાફિક પણ વધતા હવે અમદાવાદ એરપોર્ટને અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે.
આનાથી પેસેન્જર્સને વેઈટિંગ ટાઈમ ઘટશે એટલું જ નહીં તેઓ સરળતાથી કનેક્ટિંગ ફ્લાઈટ પણ પકડી શકશે. એટલું જ નહીં મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ૨૦૨૫ના અંત સુધીમાં મેટ્રોને પણ અમદાવાદ એરપોર્ટ સાથે જોડીને નવો પેસેન્જર ગેટ બનાવવાનો માસ્ટર પ્લાન બનાવાઈ રહ્યો છે. આના માટે કઈ કઈ સુવિધાઓ એડ કરાઈ રહી છે એના પર નજર કરીએ.
એરપોર્ટ ટર્મિનલ-૨ પર માર્ચ ૨૦૨૫ સુધીમાં જોઈએ તો ચાર નવા એરોબ્રિજ શરૂ થઈ જાય એવી ધારણા છે. એટલું જ નહીં જ્યારે પીક અવર્સ હોય કે પછી ફેસ્ટિવલ સિઝન હોય તો પેસેન્જર્સને વેઈટિંગ ઘણું કરવું પડતું હતું.
આને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પર ૨૨ નવા ચેકઈન કાઉન્ટર બનાવવાની જાહેરાત પણ કરી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ટર્મિનલ ૨ પર ડોમેસ્ટિકથી ઈન્ટરનેશનલ ટ્રાન્સફર ડેસ્ક પણ તૈયાર કરવામાં આવ્યું છે.
હવે આગામી સમયમાં ફ્લાઈટ્સનો ટ્રાફિક પણ વધવાની સંભાવના છે. જેના પગલે ભાડામાં પણ ઘટાડો થઈ શકે છે. એટલું જ નહીં બીજી બાજુ જોવા જઈએ તો ટર્મિનલ ૨નું એક્સટેન્શન પણ પ્રોગ્રેસમાં છે.
આનાથી પેસેન્જર્સને હવે કનેક્ટિંગ ફ્લાઈટ્સ છે તે પકડવામાં સરળતા રહેશે. અહીં ખાસ ઝાંખીઓ પણ ઊભી કરાશે. જેમાં ગુજરાતની હસ્તકલા, સ્થાપત્ય, વારસા સહિતનો અનુભવ કરાઈ શકાશે. અહીં દાંડીયાત્રા અને દેશના સ્વતંત્રતામાં ગુજરાતનું શું યોગદાન છે એની ઝાંખીઓ પણ એડ કરાઈ છે. ચેકિંગ કાઉન્ટરમાં જોવાજઈએ તો ૩૪ અત્યારે છે તેમાં ૨૨ એડ થતા કુલ ૫૬ ચેકિંગ કાઉન્ટર થઈ જશે.
સિક્યોરિટી એરિયામાં હવે ૧૪ એક્સ રે મશીન થઈ ગયા છે. આગામી દિવસોમાં અહીં બસ બો‹ડગ ગેટની સંખ્યા ૨થી વધીને ૮ થઈ જશે. એરપોર્ટ પર અત્યારે ઈન્ટરનેશનલ ટૂ ઈન્ટરનેશનલ કનેક્ટિંગ ફેસેલિટી પેસેન્જર્સ માટે ઊભી કરી દેવામાં આવી છે.
ડિપાર્ટરની વાત કરીએ તો અહીં ૧૪માંથી અત્યારે ૧૯ ઈમિગ્રેશન કાઉન્ટર થઈ ગયા છે. અરાઈવલની વાત કરીએ તો ૧૬માંથી ૨૪ ઈમિગ્રેશન કાઉન્ટર થઈ ગયા છે. ટર્મિનલ પર મેટલ ડિટેક્ટરની વ્યવસ્થા વધારીને ૨૦ કરાઈ દેવામાં આવી છે.