જોન અબ્રાહમે ચાહકને જન્મદિવસ પર હજારો રુપિયાની ગિફટ આપી
ગિફટમાં આપ્યા ૨૨.૫૦૦ ના રાઈડિંગ શૂઝ
જોન અબ્રાહમે બોલિવુડમાં પોતાની એક્ટિંગ, ફિટનેસની સાથે સાથે ચાહકોનું પણ દિલ જીતી લીધું છે
મુંબઈ, જોન અબ્રાહમને કોઈ ઓળખની હવે જરુર નથી. તે બોલિવુડનો મોસ્ટ પોપ્યુલર અભિનેતામાંથી એક છે. જોન અબ્રાહમે બોલિવુડમાં પોતાની એક્ટિંગ, ફિટનેસની સાથે સાથે ચાહકોનું પણ દિલ જીતી લીધું છે. જોન એક શાનદાર અભિનેતા પણ છે પરંતુ સાથે સાથે તે દિલનો પણ ખુબ સારો વ્યક્તિ છે. જે ચાહકોને ક્યારે પણ નિરાશ કરતો નથી. હાલમાં જોનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે તેના એક ચાહકને તેના જન્મદિવસ પર સરપ્રાઈઝ ગિફટ આપી રહ્યો છે.
જોન અબ્રાહમનો પોતાના ચાહકની સાથે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે લોકોનું દિલ જીતી રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, જોન પોતાના ચાહકને તેના જન્મદિવસ પર સરપ્રાઈઝ આપે છે અને ગિફટમાં ૨૨.૫૦૦ ના રાઈડિંગ શૂઝ પણ આપે છે. જોન અબ્રાહમની આ દરિયાદિલીના ચાહકો ફેન છે. તેના વખાણ પણ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર અક્ષય કેદારી નામના એક ફેને કેટલાક વીડિયો અને ફોટો શેર કર્યો છે. અક્ષયે ફોટો અને વીડિયો શેર કરી કહ્યું તેના ફેવરિટ અભિનેતા જોન અબ્રાહમે તેનો દિવસ શાનદાર બનાવ્યો છે અને તેની સાથે જન્મદિવસ પણ સેલિબ્રિટ કર્યો અને સાથે ગિફટમાં ૨૨.૫૦૦ ના રાઈડિંગ શૂઝ આપ્યા છે. જોન અબ્રાહમે વર્ષ ૨૦૦૩માં ફિલ્મ જીસ્મની સાથે બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતુ.
ત્યારબાદ જોને ગરમ મસાલા, ન્યૂયોર્ક, દેશી બોય, મદ્રાસ કૈફે, સત્યમેવ જયતે, બાટલા હાઉસ, ધૂમ, વોટર , હાઉસફુલ, વેલકમ બૈક જેવી સુપરહિટ ફિલ્મો આપી છે. અભિનેતા પઠાણની સાથે જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેમણે વિલનની ભૂમિકા નિભાવી હતી.ss1