પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઈ
(એજન્સી)રાજકોટ, રાજકોટના કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ છે. ભાજપે પરેશ ધાનાણીની ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. ચૂંટણી પંચના રિટ‹નગ ઓફિસરે પરેશ ધાનાણીના ભાષણના વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે.
મળતા અહેવાલ મુજબ પરેશ ધાનાણીએ ક્ષત્રિય અને પાટીદાર સમાજને હરખપદુડા કહેતા ભાજપે ફરિયાદ કરી છે. ચૂંટણી પંચના રિટ‹નગ ઓફિસરે વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે. રાજકોટ પશ્ચિમમાં આચારસંહિતાના ઉલ્લંઘનની સૌથી વધુ ૧૩૨ ફરિયાદ નોંધાઇ છે. આચારસંહિતાના ઉલ્લંઘનની સૌથી ઓછી ૭ ફરિયાદ જસદણમાં નોંધાઈ છે.
થોડા દિવસ પહેલા રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયો પર કટાક્ષ કર્યો હતો. પરેશ ધાનાણીએ ક્ષત્રિય અને પાટીદારોને હરખ પદુડા કહ્યાં હતા. આ સાથે “૧૯૯૫માં ભય, ભુખ અને ભ્રષ્ટ્રાચાર દૂર કરવા ભાજપનું બીજ વાવ્યું” હોવાના પણ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. આ નિવેદન બાદ વિવાદ થઈ રહ્યો છે.