બરફગોળામાં માવાની વાસી રબડીની ભેળસેળ
રાજકોટ, રાજકોટ મહાપાલિકાની આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમ દ્વારા ગોલામાં ઉપયયોગમાં લેવાતી માવાની વાસી રબડી અને બીજી દુકાનમાંથી પડતર સરબતની ૧૦ બોટલ મળી આવતા તેનો નાશ કરાયો હતો. તો અખાધ નુડલ્સ પણ મળી આવતા ફેકી દેવામાં આવ્યા હતા.
મહાનગરપાલિકા ફુડ વિભાગની ટીમ તથા સેફટી વાન સાથે શહેરના કોઠારીયા રોડ વિસ્તારમાં ખાધચીજોનું વેચાણ કરતાં કુલ ૧૦ ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચાર ધંધાર્થીઓઅને લાઈસન્સ બાબતે સુચના આપી હતી. ખાધ ચીજોના કુલ ૧૦ નમુનાની સ્થળ પર ચકાસણી કરાઈ હતી. આ ઉપરાંત કુલ ૧૦ કિલો વાસી અખાધ ચીજોનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.
જે જગ્યાએ માલનો નાશ કરવામાં આવ્યો તેમાં (૧) રાજવી ગોલામાં પડતર રહેલ માવાની રબડી બે કિલો નાશ કરી લાઈસન્સ મેળવવા બાબતે નોટીસ (ર) ફલેવર્સ સોડા શોપમાંથી એકસપાયરી ડેટ વીતેલ સરબતની બોટલ ૭પ૦ એમએલ ૧૦ નંગ મળી આવતા તેનો પણ નાશ કરી નોટીસ અપાઈ હતી. ઉપરાંત (૩) ઘનશ્યાયમ ચાઈનીઝ પંજાબીમાંથી વાસી અખાધ નુડલ્સ એક કિલો મળી આવતા આ ધંધાર્થીને તથા (૪) ઘનશ્યામ ગોલાને પણ લાઈસન્સ મેળવવા નોટીસ અપાઈ હતી.
આ રોડ પર આ સિવાય (પ) પટેલ કેન્ડી (૬) મોજીનીસ કેક શોપ (૭) બી-ર ચાઈનીઝ પંજાબી (૮) ખોડલ પાણીપુરી (૯) પિતૃ કૃપા મસાલા ભંડાર (૧૦) લાલા રઘુવંશી સીઝન સ્ટોરમાં પણ ચકાસણી કરવામાં આવી હતી.
ફુડ વિભાગની ટીમ દ્વારા કોઠારીયા રોડ પર કેદારનાથ સોસાયટીના ગેટ પાસે આવેલા પિતૃ કૃપા મસાલા ભંડાર મંડપમાંથી લુઝ રાઈ અને કોઠારીયા રોડ પર ન્યારા પેટ્રોલ પંપ પાસે આવેલ લાલ રઘુવંશી સીઝન સ્ટોર મંડપમાંથી લુઝ જીરૂના નમુના લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.