મુંબઈના ઉદ્યોગકારની પાનોલીની કંપની સામે 363 કરોડની ઠગાઈની રાવ
અંકલેશ્વર, મુંબઈના ઉદ્યોગકારે પાનોલી ઓમકાર કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ સામે ૩૬૩ કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. મુંબઈ સહિત ગુજરાતમાં દહેજ ખાતે યુનિટ ધરાતા કંપની સંચાલક દ્વારા મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મુંબઈ પોલીસે કંપની ખાતે તપાસ શરૂ કરી હતી. મુંબઈ પોલીસ કંપની ખાતે તપાસ કરી બારોબાર નીકળી ગઈ હતી.
મુંબઈ ખાતે આવેલ રોઝારી બાયોટેક લિમિટેડ કંપનીના માલિક સુનિલ ચારી દ્વારા ૧૯૯૯માં પવઈ ખાતે કંપની શરૂ કરી હતી જે કંપની લિસ્ટેડ કંપની બની શેર પણ બહાર પાડયા હતા.
આ કંપનીની દ્વારા દહેજ ખાતે યુનિટોપ કેમિકલ્સ પ્રાઈવેટ લિમિટેડ કંપની ખરીદી કરી હતી. મુંબઈ ખાતે તેની હેડ ઓફિસ બનાવી હતી. જે કંપની મુંબઈની રોઝરી બાયોટેક લિમિટેડ કંપની પ્રમાણે પ્રોડકશન અને ઉત્પાદન શરૂ કર્યું હતું
જે કંપની પાર્ટનર અને અન્ય કર્મચારીઓ દ્વારા કંપની રોઝારી બાયોટેક લિમિટેડ કંપની સાથે ઠગાઈ કરી વિશ્વાઘાસ કરી પાનોલી ખાતે ઓમકાર ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડ ઊભી કરી હતી
તેનું જીપીસીબીમાં કલિયરન્સ પણ રોઝારી બાયોટેક લિમિટેડ કંપનીના દહેજ સ્થિતિ યુનિટોપ કેમિકલ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના ઉત્પાદન અને મેન્યુફેકચરની જે જીપીસીબીમાં એન્વાર્યમેન્ટ ક્લિયરન્સ સર્ટીફિકેટ મેળવ્યું હતું. તેની નકલ કરી જીપીસીબી પાસે એન્વાર્યમેન્ટ ક્લિયરન્સ સર્ટીફિકેટ મેળવ્યું હતું.